તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:3 તલાક..બોલીને બીજા લગ્ન કરનાર પતિ સામે 1 વર્ષે ગુનો

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ફેમિલી કોર્ટમાં દંપતીનો કેસ ચાલતો હતો, અઠવા પોલીસે સપ્તાહ પૂર્વે પતિની ધરપકડ કરી

ફેમિલી કોર્ટમાં ખાધા-ખોરાકી માટે પત્નીએ પતિના વિરુધ્ધ કેસ કર્યો હતો. બન્ને વચ્ચે સમાધાન થાય તેવા હેતુથી સમજાવવા પ્રયાસ કરતા પતિએ પત્નીને કહ્યું કે મારે નથી રહેવું તારી સાથે, એમ કહી ત્રણવાર તલાક..તલાક..તલાક બોલી ત્યાંથી ચાલી ગયો હતો. પરિણીતાની માતાની સામે પતિ ત્રણવાર તલાક બોલી ચાલી ગયો અને એક મહિના પછી પતિએ બીજા લગ્ન પણ કરી લીધા હતા. ત્રિપલ તલાકની ઘટના 22મી જાન્યુઆરી-20એ બની હતી. આ કેસમાં એક વર્ષ પછી ત્રીજી ફેબ્રુઆરીએ અઠવાલાઇન્સ પોલીસે પત્નીની ફરિયાદ લીધી હતી.

જેના આધારે પોલીસે પતિ વસીમ અખ્તર પટેલ(27)(રહે,સંજયનગર,ઉન) સામે ત્રિપલ તલાકના નવા કાયદા પ્રમાણે ગુનો નોંધ્યો હતો. ગુરુવારે સાંજે વસીમ પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે પતિની પુછપરછ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.વસીમ બુટ-ચંપલનો વેપાર કરે છે. વસીમના લગ્ન વર્ષ 2016માં થયા હતા. લગ્નના થોડા જ વખતમાં પતિ પત્નીને માનસિક ત્રાસ આપતો હતો. વર્ષ 2019માં મહિલા પોલીસમાં પણ પત્નીએ પતિ વિરુધ્ધ ગુનો નોંધાવ્યો હતો. ત્યાર પછી પત્નીએ ફેમિલી કોર્ટમાં ખાધા-ખોરાકીનો કેસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો