તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન નામંજૂર:હત્યાના 3 ગુનામાં 2 કિશોર સહિત 3ના જામીન નામંજૂર

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચોર્યાસી, ડિંડોલી અને ભટારમાં હત્યા થઈ હતી

હત્યાના ત્રણ જુદા-જુદા બનાવમાં કોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર ઉપરાંત એક આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કોર્ટે કર્યો હતો. કેસની વિગત મુજબ, ચોર્યાસી ખાતે રહેતા સુનીલકુમાર મોલાસિંગ અને તેનો મિત્ર ઉમેશ રામઆશિષ સીંગ મોટરસાઇકલ પર ઘરે જતા હતા ત્યારે રોડ ઉપર જ તેઓને રોકીને ચપ્પુના ઘા મારી હુમલો કરાયો હતો.

બીજા બનાવમાં હરિદ્વાર નગર ડિંડોલીમાં રહેતો કપિલ સદામ સીરસાઠ અને ત્યાં ડિંડોલીમાં જ રહેતા ગણેશ ચિત્તેની બહેન વચ્ચે પ્રેમસંબંધ હતો. જેની અદાવત રાખી ગણેશ અને તેના પુત્ર યુવરાજ સહિતની ટોળકીએ કપીલની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે એક સગીરની અટકાયત કરી હતી. સગીરે જામીન મુક્ત થવા કરેલી જામીન અરજી પણ રદ્દ કરાઇ હતી.

જ્યારે ત્રીજા બનાવમાં ભટારના રસુલાબાદમાં રહેતા રામસાગર કનોજીયાનો ભાઇ આશિષ ભટારની રવિતેજ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કામ કરતો હતો ત્યારે ગુટખા ખાવા માટે બહાર નીકળ્યો હતો. આ દરમિયાન તેની નાગેશકુમાર ઉર્ફે અંકિત અને તેના સાગરીતા સાથે માથાકૂટ થઇ હતી. જેમાં તમામએ મળીને આશિષને પડખાના ભાગે ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ કેસમાં પોલીસે એક સગીરને પણ પકડી પાડ્યો હતો. આ સગીરે કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે નાંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો