મેઘમહેર:આજથી 3 દિવસ મધ્યમ વરસાદની આગાહી, સિઝનનો 90% પડી ગયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાં તાજેતરના ભારે વરસાદના કારણે તાપી બે કાંઠે વહી રહી છે. હાલમાં અમરોલીના લંકા વિજય ઓવારા ખાતે આવેલા મહાદેવજીના મંદિરના લેવલ સુધી પાણી છે. - Divya Bhaskar
ઉપરવાસમાં તાજેતરના ભારે વરસાદના કારણે તાપી બે કાંઠે વહી રહી છે. હાલમાં અમરોલીના લંકા વિજય ઓવારા ખાતે આવેલા મહાદેવજીના મંદિરના લેવલ સુધી પાણી છે.
  • શહેરમાં કુલ 48.89 ઇંચ વરસાદ
  • શહેરમાં સવારે છૂટાછવાયાં ઝાપટાં બાદ વિરામ

શહેરમાં શુક્રવારે સવારે છૂટાછવાયા ઝાપટાં બાદ વરસાદે વિરામ લીધો હતો. જો કે, દિવસભર કાળાડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. હવે કાલથી 3 દિવસ સુધી સારા વરસાદની આગાહી છે. રવિવારથી વરસાદનું જોર વધે તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ હાલમાં મધ્યપ્રદેશના ગ્વાલિયર ઉપર છે.

આ સિસ્ટમ ગુજરાત તરફ ખસી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 19થી 23 દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે. શહેરનો મોસમનો કુલ વરસાદ 48.89 ઇંચ (90 ટકા) થઇ ગયો છે. આમ 55 ઈંચ (100 ટકા) વરસાદમાં માત્ર 6 ઇંચ બાકી છે. શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણ-પશ્ચિમ દિશાથી 9 કિ.મીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે.

ઉકાઈમાં ઇનફલો 57 હજાર ક્યુસેક રહ્યો
સુરત: ઉપરવાસના વરસાદને લઇ બે દિવસ બાદ ઉકાઇ ડેમમાં પાણીની આવક વધી હતી. શુક્રવારે 57 હજાર ક્યુસેક પાણી ઠલવાતું રહ્યું હતું. જેથી સપાટી 340.15 ફૂટ પર પહોંચી છે. જ્યારે 22732 ક્યુસેક ડિસ્ચાર્જ યથાવત છે. હથનુર ડેમની સપાટી 212 મીટર છે.

અન્ય સમાચારો પણ છે...