ભાસ્કર વિશેષ:8 જાન્યુથી 3 દિવસ સિટેક્સ મશીનરી એક્સ્પો બુકિંગ ફુલ, યુરોપની કંપનીઓ પણ ભાગ લેશે

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલા એક્સપોની સફળતા જોતાં માર્ચમાં બીજું એક્ઝિબિશન યોજાશે

શહેરમાં પ્રથમ વખત યુરોપિયન કંપનીઓ તેમની મશીનરી ડિસ્પ્લે કરશે. 8થી10 જાન્યુઆરી સુધી સરસાણા ક્ન્વેન્શન હોલમાં 3 દિવસીય સિટેક્સ મશીનરી એક્સ્પો યોજવામાં આવશે. શહેરના ઉદ્યોગકારોને નવી ટેક્નોલોજી સાથેની મશીનરી એક જ જગ્યા પર જોવા મળે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સિટેક્સ મશીનરી એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સાદા લુમ્સ, એરજેટ, વોટરજેટ, રેપિયર, જેકાર્ડ સહિતની મશીનરી, પ્રિન્ટિંગ મશીન સહિતની મશીનરીઓ ડિસ્પ્લે કરવામાં આવશે.

8થી 10 જાન્યુઆરી સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનારા આ સિટેક્સ મશીનરી એક્સ્પો અત્યાર સુધી 88 સ્ટોલ બુક થઈ ગયા છે. બુકિંગ ફુલ થઈ જતાં અમુક એક્ઝિબિટર્સને ના પાડવી પડી હતી. તેને લઈને માર્ચમાં પણ સિટેક્સ એક્ઝિબિશનનું આયોજન કરાશે. પ્રથમ વખત શહેરમાં આ એકસ્પો થકી યુરોપિયન કંપનીઓ પણ ભાગ લઈ રહી છે.

3 યુરોપિયન કંપનીઓ તેમના રેપિયર, એરજેટ, રેપિયર વિથ જેકાર્ડ મશીનો પ્રદર્શનમાં મુકશે. આ મશીનોની વિશેષતાં એ છે કે, 10 ડેનિયરથી માંડીને 20 હજાર ડેનિયર સુધીના યાર્નનો તેમાં ઉપયોગ કરી શકાય છે. આ એક્સપોમાં યુરોપ સહિત દેશ અને દુનિયાની અલગ અલગ કંપનીઓ પણ તેમની પ્રોડક્ટ પ્રદર્શનમાં મુકશે. જેમાં રેપિયર, જેકાર્ડ, લૂમ્સ એમ્બરોઈડરી અને ડિઝિટલ પ્રિન્ટિંગ મશીનો પ્રદર્શન માટે મુકવામાં આવશે.

વિવિધ સેગમેન્ટમાં મશીનરી ડિસ્પ્લે કરાશે
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી કહે છે કે, ‘ચેમ્બરના આ એક્સ્પોની વિશેષતા એ છે કે તેમાં શહેરમાં પ્રથમ વખત યુરોપિયન કંપનીઓ ભાગ લેશે. આ ઉપરાંત અલગ અલગ સેગમેન્ટમાં મશીનરી ડિસ્પ્લે કરવામાં આવશે જેથી કરીને એક્સપોમાં ભાગ લેનાર મુલાકાતીઓને સરળતા રહે.

અન્ય સમાચારો પણ છે...