સહયોગ:સુરતમાંથી વિદેશ અભ્યાસ માટે જતાં 20 વિદ્યાર્થીઓને વર્ષ 2020-21માં 3 કરોડની સહાય અપાઈ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક ફાઈલ તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક ફાઈલ તસવીર
  • 'ડૉ.બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ યોજના' હેઠળ રૂ.15 લાખની લોન વાર્ષિક 4 ટકાના દરે મળવાપાત્ર

વિદ્યાર્થીઓ માટે સ્નાતક પછીના અભ્યાસક્રમ માટે ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે વિદેશ અભ્યાસની આશીર્વાદરૂપ બનેલી લોનસહાય સહાય યોજના અંતર્ગત વર્ષ 2020-21માં સુરત જિલ્લાના અનુસૂચિત જાતિના કુલ 20 વિદ્યાર્થીઓને રૂ.ત્રણ કરોડની સહાય આપવામાં આવી છે. અનુસૂચિત જાતિના વિદેશમાં જઈને તેજસ્વી કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની ડૉ.બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના અમલી છે. જેમાં કોઈ પણ આવકમર્યાદા વગર રૂ.15 લાખની લોન વાર્ષિક 4 ટકાના દરે મળવાપાત્ર છે.

પૂરાવા રજૂ કરવાના રહે છે
આ યોજના અંતર્ગત નિયત નમુનાનું અરજી પત્રક, અરજદારનો ફોટો, જાતિનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, રેશનકાર્ડની નકલ, આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાત, પ્રવેશ આપવા અંગેનું સંમતિપત્રક, અરજદારના પાસપોર્ટની પ્રમાણિત નકલ, અરજદારના વિઝા, અભ્યાસ માટે થનાર ખર્ચના અંદાજો, લોન ભરપાઈ કરવા પાત્રતાનો દાખલો, બે સદ્ધર જામીનદારોના સ્ટેમ્પ ઉપર જામીનખત (રૂ.50/- ના સ્ટેમ્પ પેપર પર) અને તેઓના ફોટા, મિલ્કત અંગેના આધાર, બંને જામીનદારોની સ્થાવર મિલકતના પુરાવા, પરિશિષ્ટ-ડ મુજબ સોગંદનામુ તેમજ લોન ભરપાઈ કરવા માટેની જાત-જામીન ખત જેવા જરૂરી પૂરાવા અરજી સમયે રજૂ કરવાના રહેશે.

ઓનલાઈન અરજી કરવાની હોય છે
આ યોજનાનો લાભ લેવા સ્થાનિક જિલ્લા કક્ષાએથી અરજી ભલામણ સહ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઈન કર્યા બાદ નિયમોનુસાર નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ કચેરી, ગાંધીનગરને મોકલવામાં આવે છે. જે મંજુર થયાં બાદ લાભાર્થીને યોજનાકીય લાભ મળવાપાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...