સુરતમાં કોર્ટે સજા ફટકારી:13 વર્ષીય કિશોરના જાતીય શોષણમાં 3 આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા, 10 વર્ષની કેદ અને ત્રણેયને 5-5 હજારનો દંડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિશેષ અદાલતે 3 આરોપીને જેલની સજા ફટકારી - Divya Bhaskar
વિશેષ અદાલતે 3 આરોપીને જેલની સજા ફટકારી
  • 2012માં સંજયનગર ઝૂંપડપટ્ટીના આરોપીઓ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, જાનથી મારવાની ધમકી અને પોક્સો હેઠળ ફરિયાદ થઈ હતી

ઉધના સંજય નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા સદ્દામ હુસૈન શૌકત અલી શેખ, રાકેશ દેવનારાયણ પોદ્દાર અને રશીદ અલી ઉર્ફે સમશેર વાજિદ અલી શેખે 1 ડિસેમ્બર, 2012ના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં અકુદરતી સેક્સ, જાનથી મારી નાખવાની ધમકી અને પોક્સો એક્ટ હેઠળ ધમકી આપતા ફરિયાદ નોંધવામાં આવી હતી. કોર્ટે આરોપીઓને દસ વર્ષની કેદ અને દરેકને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

બ્લેકમેલ કરીને જાતીય શોષણ કરાયું
આરોપીએ 13 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી કિશોરને બ્લેકમેલ કરીને અને જાનથી મારી નાખવાની ધમકી આપીને જાતીય શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન જ્યારે કિશોર તેની માતા સાથે વતન ગયો ત્યારે તેણે તમામ હકીકત જણાવી હતી. ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલોસે તમામ પ્રકાર ની તપાસ પૂર્ણ કરી પૂરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

વિશેષ અદાલતમાં સુનાવણી ચાલી
કોર્ટમાં ત્રણેય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ વિશેષ અદાલતમાં સુનાવણી ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન અધિક સરકારી વકીલ અરવિંદ પી. વસોયા આરોપો સાબિત કરવામાં સફળ રહ્યા હતા. ગુરુવારે અંતિમ સુનાવણી બાદ કોર્ટે ત્રણેયને દોષિત જાહેર કર્યા હતા. એટલું જ નહીં પણ તેમને દસ વર્ષની કેદ અને દરેકને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.