મોટાવરાછામાં બિલ્ડરની ઓફિસમાંથી 6 લાખની રોકડની ચોરીમાં અમરોલી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ગણતરીના કલાકોમાં 3 ચોરોને પકડી પાડયા છે સાથે 3.50 લાખની રોકડ પણ કબજે કરી લીધી છે. જયારે અન્ય એક ચોર હજુ ફરાર છે. પકડાયેલા 3 પૈકી એક 17 વર્ષનો કિશોર છે.
કતારગામ કાંતારેશ્વર સોસાયટીમાં રહેતા અને બિલ્ડરનો વ્યવસાય કરતા રાહુલભાઈ ગોરધન ગોંડલીયાની મોટા વરાછા સહજ વિલાની સાઇટની ઓફિસમાંથી 3 તારીખે મોડીરાતે તસ્કરોએ ઓફિસના ટેબલના ડ્રોઅરમાંથી 6 લાખની રોકડની ચોરી કરી ગયા હતા. બિલ્ડરની ધંધાની રકમ હતી.
6 લાખની રોકડ બાબતે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં 4 ચોરો કેમેરામાં દેખાયા હતા. આ ફૂટેજ આધારે પોલીસે તપાસ શરૂ કરી 3 ચોરોને પકડી પાડયા છે. ત્રણેય ચોરો કોસાડ ભરથાણા ખાતે રહે છે અને મૂળ એમપીના વતની છે. જયારે એક સાગરિત 2.50 લાખની રોકડ લઈ ભાગી ગયો છે. જેને શોધવા માટે કવાયત શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.