તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:​​​​​​​સુરતમાં PSI પર કાર ચઢાવી કચડી નાખવાનો પ્રયાસ કરનાર ચીકલી ગેંગના 5 રીઢા આરોપી સામે 3 ગુના દાખલ

સુરત2 મહિનો પહેલા
ચોરી લૂંટ અને હત્યાનો ગુનો ગેંગ પર દાખલ કરાયો છે.
  • ટોળકી બોલેરો પીક-અપ ગાડીમાં ધાડપાડ નીકળતી હતી

સણીયા કણદે ગામમાં આવેલ ફાર્મ હાઉસમાં ધાડ પાડવા માટે ઘાતક હથિયારો સાથે બોલેરો પીકઅપ ગાડી લઈને નિકળેલા ચીકલીગર ગેંગને ક્રાઈમ બ્રાન્ચે રસ્તામાં ફિલ્મી ઢબે દબોચી લઈ તેમનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે.પોલીસ ઉપર હુમલો કરવા ટેવાયેલી ચીકલીગર ગેંગે બચવા માટે પહેલા સીધી તેમની બોલેરો ગાડી પોલીસની સાથે અથડાવી કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે વળતો જવાબ આપી ઝપાઝપી કરી દબોચી લીધા હતાં. પોલીસે ટોળકી પાસેથી ઘાતક હથિયારો કબ્જે કરી હાથ ધરેલી પૂછપરછમાં ખટોદરામાં ઈલેકટ્રોનિકની દુકાનમાંથી રૂપિયા 2.90 લાખના મતાની અને સચીન જીઆઈડીસીની દુકાનમાંથી રૂપિયા 4.50 લાખના મતાની લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી. ટોળકીની કબુલાતને આધારે સ્થાનિક પોલીસે દુકાન માલીકની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે પણ તેમની હત્યાના કોશિષનો ટોળકી સામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસ પર હુમલો કરનાર આરોપીઓએ અગાઉ ચોરી અને લૂંટ ચલાવી હતી.
પોલીસ પર હુમલો કરનાર આરોપીઓએ અગાઉ ચોરી અને લૂંટ ચલાવી હતી.

ઘાતક હથિયારો બતાવતા
ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ સલાબતપુરા ઝાંજાબજાર કુંભારવાડ સનસાઈન ફ્લેટમાં રહેતા અલીઅસગર ઈબ્રાહીમ ડોડીયા (ઉ.વ.39) ઉધના મગદલ્લા રોડ સોસીયો સર્કલ પાસે નવરંગ સોસાયટી ગ્લેમર મીલની સામે સ્ટાર ઈલેકટ્રીક વર્કસ નામે દુકાન ધરાવે છે. અલીઅસગરની દુકાનમાં ગત તા 11મીના રોજ રાત્રી સવા ચારેક વાગ્યે ધાડપાડુઓ ત્રાટક્યા હતા. બોલેરે પીકઅપ ગાડીમાં ધાતક હથિયારો સાથે આવેલા પાંચ બુકાનીધારીઓએ પહેલા અલીઅસગરની દુકાનની બાજુમાં આવેલ જગન્નાથ ચીની હોટલના કર્મચારી શિવશંકર મોર્યાને પહેલા છરો બતાવ્યો હતો.

આરોપીઓ પાસેથી ધારદાર હથિયારો પણ મળી આવ્યાં છે.
આરોપીઓ પાસેથી ધારદાર હથિયારો પણ મળી આવ્યાં છે.

લૂંટ ચલાવી હતી
અલીઅસગરની દુકાનનું શટર અને જાળીનુ લોક તોડી અંદર ઘુસ્યા હતાં. ધાડપાડુઓએ દુકાનમાંથી ઈલેકટ્રીક મોટરમાંથી કાઠેલ 150 કિલો તાંબાના તારનો ભંગાર, ઈલેકટ્રીક મોટર બાંદવા માટેના તાંબાના નવા તારના 400 કિલો, લોડ વાયરની બોરી, લેપટોપ, ધાર્મિક કામ માટે મુકેલ 6 ગલ્લા, સીસીટીવી કેમેરા તથા ડીવીઆર મળી કુલ રૂપિયા 2.90 લાખના મતાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે અલીઅસગર ડોડીયાની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.

પોલીસ હુમલો કરનાર આરોપીઓને ફિલ્મી ઢબે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ હુમલો કરનાર આરોપીઓને ફિલ્મી ઢબે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

સચીનમાં ચોરી કરેલી
બીજા બનાવની સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઉધના હરીનગર-૩ શુભ રેસીડેન્સીમાં રહેતા નવીન બલવાન શર્મા (ઉ.વ.25) સચીન જીઆઈડીસી રાજકમલ ચોકડી જનકી શોપીંગ સેન્ટરમાં દુકાન ધરાવે છે, નવીનની દુકાનમાં ગત તા 8મીના રોજ રાત્રે અજાણ્યાઓ ત્રાટક્યા હતા. અજાણ્યાઓઍ દુકાનનું શટર તોડી અંદરથી ઈન્ડેકશન મોટર, નંગ-91, મોટર રીપેરીંગમાં વપતારો તાંબાનો તાર 150 કિલો, બળેલા તાંબાના તાર 100 કિલો મળી કુલ રૂપિયા 4.50 લાખના મતાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે નવીન શર્માની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

ઘાતકી હથિયારો આરોપી પાસેથી ઝડપાયા છે
ઘાતકી હથિયારો આરોપી પાસેથી ઝડપાયા છે

પોલીસની હત્યાનો ગુનો
આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની પીએસઆઈ પી.ઍમ.વાળાએ ટોળકી સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય કે ગઈકાલે મળસ્કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સણીયા કણદેગામ પાસે આવેલા ફાર્મ હાઉસમાં ધાડ પાડવાની પેરવી કરી ધાતક હથિયારો સાથે બોલેરો પીકઅપ ગાડીમાં નિકળેલા અજયસીંગ ભુરાસીંગ ચીકલીગર, આઝાદસીંગ ચીલકીગર, અમ્રુતસીંગ ચીકલીગર, હરજીતીસીંગ ચીકલીગરને ઘાત હથિયારો સાથે ઝડપી પાડ્યા હતાં. ચીકલીગર ગેંગે પોલીસને કચડી નાંખયાવો પ્રયાસ પણ કર્યો હતો. ટોળકીની કબુલાતને આધારે ખટોદરા, સચીન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.