તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઈલેન્સર ચોરી:કિમંતી ધાતુ માટે 3 કારના સાઈલેન્સરની ચોરી, દોઢ માસમાં 10 કારમાંથી ચોરાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં માત્ર કારના સાઈલેન્સર ચોરી કરનાર ટોળકી સક્રિય
  • મોટા વરાછા, અમરોલીમાં ચોરી કરનાર ટોળકી હાથવેંતમાં

શહેરમાં માત્ર કારના જ સાઈલેન્સર ચોરી કરનાર ટોળકી સક્રિય થઈ છે. છેલ્લા દોઢેક માસમાં સરથાણા, કાપોદ્રા, મોટા વરાછા, પુણા, વરાછા સલાબતપુરા, અમરોલી, ઉધનામાં 10 ઇકો કારમાંથી સાઈલેન્સર ચોરી થયા છે. ગુરૂવારે કાપોદ્રામાં રહેતા કાનસિંહ ડામોરની કારમાંથી સાઈલેન્સર ચોરી થવાની ફરિયાદ નોંધાઈ છે. સલાબતપુરામાં ફહદ યાસીન સૈયદ અને સરફરાજ નૂરમોહમદ શેખની કારમાંથી સાઈલેન્સર ચોરીની સલાબતપુરા પોલીસમાં ફરિયાદ થઈ છે.

ઇકોના સાઈલેન્સરમાથી સોના-ચાંદી માટે ચોરી થાય છે
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર કારના સાઈલેન્સરમાં કાર સ્મુથ ચાલે તે માટે તેમાં ધાતુનો ચુરો હોય છે. એક સાઈલેન્સરમાં ત્રણેક કિલો ધાતુનો ચુરો હોય છે. એક કિલો ધાતુ ચાર હજાર રૂપિયામાં વેચાય છે. ધાતુના ચુરામાં સોનું અને ચાંદી પણ હોય છે. તેથી ટોળકી માત્ર સાઈલેન્સર ચોરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...