ક્રાઇમ:શ્રીજીના વિસર્જન પૂર્વેની સ્પેશિયલ ડ્રાઈવમાં 2 દિવસમાં રૂ.4.76 લાખના દારૂ સાથે 3 ઝડપાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિટીલાઈટ રહેતો કેટરીંગનો કોન્ટ્રાક્ટર દિલ્હીથી ટ્રેનમાં અને કારમાં દારૂની બોટલો લાવીને શહેરના ઉદ્યોગપતિઓને હોમ ડિલિવરી પૂરી પાડતો હતો

ગણેશ વિસર્જનના 2 દિવસ પહેલા પીસીબી અને ક્રાઇમબ્રાંચે 4.76 લાખના વિદેશી દારૂ સાથે 3ને પકડી પાડી 3 કારો અને એક ટેમ્પો સહીત 15.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં સિટીલાઇટનો કેટરીંગનો કોન્ટ્રાકટર શોટકર્ટમાં રૂપિયા કમાવવા માટે દિલ્હીથી ટ્રેનમાં અને બાયરોડ કારમાં ઈમ્પોટેડ દારૂની બોટલો લાવી કેટલાક ઉઘોગપતિઓને હોમ ડિલિવરી કરતો હતો. કેટરીંગના કોન્ટ્રાકટરની મોબાઇલની કોલ ડિટેઇલ્સની તપાસ કરાય તો ઉઘોગપતિઓના નામો બહાર આવી શકે છે. અન્ય બનાવમાં બુટલેગરે કારમાં ચોરખાના બનાવી દમણથી દારૂની ખૈપ મારતો હતો.

સિટીલાઇટ પર અશોક પાન સેન્ટરની સામે રોયલ હેરીટેજ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મહારાષ્ટ્ર પાર્સીગની કારમાં વિદેશી દારૂનું કાર્ટીગ કરી વેચાણ કરતો હોવાની માહિતી પીસીબીના સ્ટાફને મળી હતી. પીસીબીના પીઆઈ સુવેરાની સૂચનાથી સ્ટાફે વોચ ગોઠવી બુધવારે સાંજે એકને દારૂનું કાર્ટીગ કરતા પકડી પાડયો હતો. પકડાયેલો શખ્સનું નામ તેજસ મહેતા(32) અને તે સિટીલાઇટ રોડ પર શીતલ એપાર્ટમેન્ટમાં રહે છે.

મહારાષ્ટ્ર પાર્સીગવાળી કારમાં દારૂની બોટલો રાખી સુરતમાં સગાવ્હાલા કે મિત્રોના ઘરની આસપાસ પાર્કીગ કરતો હતો. મહારાષ્ટ્ર પાર્સીગવાળી કારમાંથી જેટલી બોટલો સપ્લાય કરવાની હોય તેટલી બોટલો બીજી કાર મુકી દેતો હતો. દારૂનો માલ સાહીલ અને મુંબઈ થાણેનો ગણેશ આપી હતો.

3 કાર, ફોન, ટેમ્પો સહિત 15.14 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે 1.93 લાખનો દારૂ, 2 કાર અને ફોન સહિત 7.28 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. અન્ય બનાવમાં પીસીબીના સ્ટાફે બુધવારે બપોરે ઉત્રાણ-મોટા વરાછા ફાર્મની સામે રોડ પરથી દારૂ ભરેલી ઈકોકાર પકડી પાડી હતી. લિસ્ટેડ બુટલેગરે કારમાં સીટની નીચે લાકડાની ફેમવાળા ચોરખાના બનાવી દમણથી દારૂ લાવતો હતો. બુટલેગર ઉત્તમ ખલાસી(56)(રહે,નવાપરા ફળિયા,દાંડીગામ,ઓલપાડ) પાસેથી રૂ.1.33 લાખના વિદેશી દારૂ, મોબાઇલ અને કાર મળી 4.34 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...