લૂંટારૂ ઝડપાયા:સુરતમાં પાલિકાકર્મીના નામે ઘરમાં ઘુસી મહિલાનું ગળું દબાવી લૂંટનો પ્રયાસ કરનારા 3 ઝડપાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે બે આરોપીઓને વીસનગર અને એકને સુરતથી ઝડપી લીધો હતો - Divya Bhaskar
પોલીસે બે આરોપીઓને વીસનગર અને એકને સુરતથી ઝડપી લીધો હતો
  • ઘરના ગાર્ડન તથા અગાસીમાં દવા છાટવાના નામે ઘરમાં પ્રવેશી લૂંટનો પ્રયાસ કર્યો હતો

સુરતના અડાજણ વિસ્તારમાં પાલિકાના કર્મચારીનો વેશ ધારણ કરી લૂંટારૂઓએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. પાલિકાના કર્મચારીઓના ડ્રેસ અને આઈકાર્ડ સાથે આવેલા 3 ઈસમોએ ઘરના ગાર્ડન તથા ટેરેસ પર દવા છાંટવાના બહાને ઘરમાં પ્રવેશ કરી લૂંટ કરવાનો પ્રયત્ન કરી મહિલાને બેભાન કરવા માટે ગળા ટૂંપો આપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાએ ચાલાકી દર્શાવી બૂમાબૂમ કરતાં આરોપીઓ નાસી ગયા હતાં. સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો નોધીને ત્રણેય આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાને બેભાન કરી લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મહિલાને બેભાન કરી લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સીસીટીવીની મદદથી આરોપી ઝડપાયા
લૂંટારૂઓનો લૂંટનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો હતો. જેથી પોલીસે સીસીટીવીના આધારે તપા હાથ ધરતા તથા ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ કતારગામ લક્ષ્મીની ડેરીની બાજુની ગલીમાં એક એપાર્ટમેન્ટમાં આવેલી ઓફિસમાં રહેતા હોવાનુંસામે આવ્યું હતું. આ આરોપીઓમાંથી બે મહેસાણાના નાસી ગયા હતાં. જ્યારે એક રોજ આવતો હોવાની હકીકતના આધારે એક પોલીસની ટીમને ઉંજા મોકલવામાં આવી હતી. જ્યારે બીજી ટીમને કતારગામ વોચમાં રખાઈ હતી. ભાગી ગયેલા બન્ને આરોપી વીસનગરથી ઝડપાયા અને ત્રીજાને કતારગામથી ઝડપી લેવાયો હતો.

પોલીસે બે ટીમ બનાવી હતી
પોલીસે બે ટીમ બનાવી હતી

પકડાયેલા આરોપીઓ
પકડાયેલા આરોપીઓમાં (1) ભાવેશભાઈ મનજીભાઈ ગોધાણી (ઉ.વ.આ.40) ગંગેશ્વસ સોસાયટી હીરાબાગ, વરાછા મૂળ વતન ચામકી તા. બરવાડા જી બોટાદ, (2) મયુરકુમાર વિનોદભાઈ મોદી (ઉ.વ.આ.40) કુંભારવાડા જૂની સરકારી હોસ્પિટલની બાજુમાં ઉંઝા તથા (3)મનીષકુમાર રમેશભાઈ મોદી (ઉ.વ.આ.42) રહે ગુંદી ખાડ સલાટ વાડો વિસનગરને ઝડપી લેવામાં આવ્યાં છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી

શું હતી સમગ્ર ઘટના?
સુરતના અડાજણની સીકેવીલા સોસાયટીમાં રહેતા ખેડૂત તેજસ પટેલને ત્યાં ગત તારીખ 7મી જુલાઈ ને બુધવારે 3 લોકો પાલિકાના કર્મચારી હોવાનું કહી પાણીની ટાંકી ચેક કરવા આવ્યા હતા. ત્રણેયે પાલિકાનો યુનિફોર્મ પહેર્યો હતો એટલું જ નહીં, પાલિકાનું આઈકાર્ડ પણ હતું, જેથી ત્રણેય સાથે ટાંકી ચેક કરવા ગયા હતા. પછી ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા. બીજી તરફ તેજસ પટેલ પણ ઘરેથી કોઈ કામ અર્થે નીકળી ગયા હતા. ઘરે મહિલા હતી. બાદમાં ફરી આવીને મહિલાને બેભાન કરવા પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાની સમયસૂચકતાથી લૂંટની ઘટના ટળી હતી.સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...