ધંધામાં રોકાણના બહાને લીધેલા 13 કરોડ માંગનાર વેપારીને ધમકી આપવાના કેસમાં છોટા શંકીલ અને ગાજીપરા ગેંગના ગુંડાઓ થકી ધાકધમકી આપવાના પ્રકરણમાં મુંબઈ એક્સટોર્શન સેલે સુરતથી ત્રણની ધરપકડ કરી છે.મુંબઈમાં પાયધુની ખાતે રહેતા અને અગાઉ સુરતમાં કાપડ બ્રોકર તરીકે કામ કરવાની સાથે ખાનગી વેપારીઓની રકમ લીને બજારમાં જરૂર અનુસાર રોકાણ કરતા વેપારીની સુરતમાં મેમણ સમાજના એક કાર્યક્રમમાં રાંદેર રોયલ રેસિડેન્સીમાં રહેતા મહંમદ અસ્લમ મહંમદ ઝકરિયા નવીવાલા(63) સાથે ઓળખ થઈ હતી.
ત્યાર બાદ જાન્યુઆરી 2019માં નવીવાલાએ તેની રિંગ રોડમાં નવાબવાડી રોડ પર મિલન એેમ્પાયર બિલ્ડીંગમાં પોતાની ઓફિસમાં ફરિયાદીને બોલાવ્યો હતો. નવીવાલાએ પોતાની મિલન કંપની સુરતમાં કપડા તૈયાર કરી દેશમાં વેચે છે. મૌલીન એક્સપોર્ટ વિદેશમાં કપડા આયાતનિકાસ કરે છે અને મેટ એશિયા ભંગાર લે-વેચ કરે છે એવું જણાવ્યું હતું. સાથે કમીશન ધોરણે કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જેથી ફરીયાદીએ રોકાણકારોના પૈસા નવીવાલા પાસે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. ફરીયાદીએ રોકાણકારોના રૂ.13 કરોડ નવીવાલાને આપ્યા હતા તેની સામે તેણે 30 થી 45 દિવસમાં નાણા પરત કરવાનું વચન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.