સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સુખરામ જ્વેલર્સના શો-રૂમ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. અજાણ્યા ઇસમ દ્વારા જવેલર્સના શો-રૂમના કાચ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. ફાયરિંગની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.જેથી સમગ્ર કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો હતો. સૌરાષ્ટ્રથી બે અને સુરતથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
જ્વેલર્સ શો-રૂમ પર ફાયરિંગ કર્યું હતુ
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સુખરામ જ્વેલર્સના શો-રૂમ પર ગુરૂવારે સાંજે 7:22 વાગ્યે એક ઇસમ આવી ચઢ્યો હતો અને શો-રૂમ પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આ સમયે શો-રૂમમાંથી બહાર એક યુવાન બહાર નીકળ્યો હતો. ફાયરિંગ થતું જોઇને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ અન્ય બે યુવાનો શો-રૂમમાંથી બહાર નીકળ્યા હતા અને શો-રૂમ બંધ કરી દીધો હતો. આ સમયે ત્યાંથી નીકળી રહેલા યુવાન પર બંધુક તાકી હતી. અને ફાયરિંગ કર્યું હતું.જોકે, સદનસીબે ગોળી વાગી નહોતી.
ફાયરિંગ કેસમાં ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી
પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી 3 ફૂટેલી કારતૂસ પણ મળી આવી છે. હાલ સરથાણા પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફાયરિંગ કરનાર ઇસમની ઓળખ દિશામાં કામ કરી રહી છે. ફાયરિંગથી કાચ નહીં ફૂટતા ફાયરિંગ એરગન જેવા હથિયારથી થયાનું અનુમાન લગાવાયું હતું.જો કે ક્રાઈમ બ્રાંચે સમગ્ર કેસનો ભેદ ઉકેલી સૌરાષ્ટ્રથી બે અને સુરતથી એક આરોપીની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.