ક્લેઇમ નામંજૂર:એઇડ્સને કારણે બીજી બીમારીઓ થતાં 2.94 લાખનો ક્લેઇમ નામંજૂર

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘણા રોગ એવી કેટેગરીમાં હોય છે જેનો ક્લેઇમ મળતો નથી

કોર્ટમાં એક વિચિત્ર કેસમાં વીમા કંપનીએ એઇડ્સનો ક્લેઇમ નામંજૂર કર્યો હતો અને આ કેસને જ્યારે કોર્ટમાં પડકારાતાં કોર્ટે પણ ક્લેઇમ નામંજૂર કરતો હુકમ કર્યો હતો. સમગ્ર કેસમાં એક વાત સામે આવી હતી કે અનેક વીમા કંપનીઓ કેટલાંક રોગને એવી કેટેગરીમાં રાખે છે જેનો ક્લેઇમ ન મળે. સમગ્ર કેસમાં વીમા કંપની તરફે એડવોકેટ દર્શન શાહે દલીલ કરી હતી.

કેસની વિગત મુજબ 2018માં ફરિયાદીની પત્નીને તાવ આવતા તેમને રાંદેર રોડની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સતત ઉતરી રહેલું વજન અને તાવ ઉતરતો ન હોવાથી તેમના કેટલાંક રિપોર્ટ કઢાવાયા, જેમાં એચઆઇવી હોવાનું સપાટી પર આવ્યું હતું. ટૂંકી સારવાર બાદ પત્નીનું મોત નિપજ્યું હતું અને હોસ્પિટલે રૂપિયા 2.94 લાખનું બિલ ફટકાર્યું હતું. જેનો ક્લેઇમ વીમા કંપની સમક્ષ કરાતાં ક્લેઇમ નકારી કાઢવામાં આવ્યો હતો. આથી ફરિયાદીએ ગ્રાહક તકરાર ફોરમમાં કેસ દાખલ કર્યો હતો. જ્યાં વીમા કંપની તરફે એડવોકેટે દલીલો કરી હતી કે આ કેસમાં નિયમ મુજબ જ ક્લેઇમ રદ કરવામાં આવ્યો છે. એઇડસ હોવાથી બાદમાં અન્ય બીમારીઓ લાગુ થઈ છે.

કોર્ટે પણ વીમા કંપની તરફેની દલીલો માન્ય રાખી
કોર્ટે પણ વીમા કંપની તરફેની દલીલો માન્ય રાખી હતી. જેમાં એઇડ્સના રોગને કાયમી એક્સ્કલુઝનમાં રાખવા બાબતનો ઉલ્લેખ હતો. ફોરમે કહ્યું કે ક્લેઇમ યોગ્ય રીતે રદ કરાયો છે જેથી સેવામાં ખામી છે એમ કહી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...