• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 2897 Vacancies In Surat Municipality, 70 Vacancies In Class 1 Only, 5 More Executive Engineers Will Retire At The End Of The Year.

ભરતી:સુરત પાલિકામાં 2897 જગ્યા ખાલી, વર્ગ-1 માં જ 70 ખાલી, વર્ષના અંતે વધુ 5 કાર્યપાલક ઇજનેરો નિવૃત થશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હદ વિસ્તરણ થયું પણ ભરતીમાં ઉદાસીનતા

શહેરના હદ વિસ્તરણ બાદ વસ્તી સાથે વિસ્તારનો વ્યાપ વધ્યો છે. પરંતુ મહેકમમાં વધારો કરાયો નથી. હાલના મહેકમ મુજબ પણ પાલિકામાં કલાસ 1થી 3 સુધીમાં 2897 જગ્યા ખાલી છે. જેમાં વર્ગ-1ના 70 અધિકારીની જગ્યા ખાલી છે. વર્ષ 2022ના અંત સુધીમાં વધુ 5 કાર્યપાલક ઇજનેર નિવૃત થનાર છે. મહત્વની જગ્યા ખાલી હોવાથી અધિકારીઓ પર કામગીરીનું ભારણ વધ્યું છે. જેના કારણે વહીવટ પર અસર પડી છે. 20 હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે.પાલિકામાં કલાસ 1થી ૩ની વિવિધ કેડરમાં 7207 જગ્યા ભરાયેલી છે. હાલના મહેકમ મુજબ કુલ 2897 કર્મચારીની ઘટ છે.

આ જગ્યા ભરવા જાહેરાત બહાર પડાઈ છે. સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ ચોથા વર્ગના કર્મચારીઓની મંજૂર મહેકમ 15840 જગ્યા પૈકી 14138 જગ્યા હાલ ભરાયેલી છે. ખાલી રહેલી 1702 જગ્યા પૈકી માર્શલની જાહેરાત અંતર્ગત ભરતી પ્રક્રિયાની ચાલુ છે. સફાઇકામદાર, સફાઇકામદાર (ડ્રેનેજ), બેલદાર, બેલદાર (વીબીડીસી)ની પ્રતિક્ષાયાદી તંત્ર પાસે ઉપલબ્ધ છે, પરંતુ રોસ્ટરના નિયમો મુજબ હાલ ખાલી રહેલ જગ્યા પર પ્રતિક્ષાયાદીમાંથી જગ્યા ભરી શકાય તેમ નથી. કર્મચારીઓની ઘટને કારણે કામગીરી પર અસર પડી રહી છે. એક જ અધિકારીને વિવિધ વિભાગની કામગીરી સોંપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...