નશાનો જથ્થો ઝડપાયો:સુરતના પુણા સારોલી રોડ પર કોટન ટુવાલો ભરેલા બોક્ષની વચ્ચે ટ્રકમાં લઈ જવાતો 2.82 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

સુરત4 મહિનો પહેલા
પોલીસે નવી મોડસ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરી કરનારા બેને ઝડપી પાડ્યાં છે.
  • શ્યામ સંગીની માર્કેટ-2 ની પાછળથી DCB એ કાર્યવાહી કરી 53.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતના પુણા-સારોલી રોડ પર આવેલ શ્યામ સંગીની માર્કેટ-2ની પાછળથી DCB એ કોટન ટુવાલોથી ભરેલા 551 બોક્ષ વચ્ચે છુપાઈને લવાતો વિદેશી દારૂની 2100 બોટલ સાથે પોલીસે બેને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. સાથે જ પોલીસે દારૂની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડી પકડી પાડી હતી. એટલું જ નહીં પણ પોલીસે 2.82 લાખના દારૂના જથ્થા સાથે રૂપિયા 53.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે બાતમીના આધારે રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસે બાતમીના આધારે રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ડ્રાઈવર ક્લિનરની ધરપકડ કરાઈ
એલ.ડી.વાગડીયા (પુણા પો.સ્ટે. પોલીસ ઇન્સ્પેકટર નોકરી ડી.સી.બી. પોલીસ સ્ટેશન) એ જણાવ્યું હતું કે, પોલીસ ને બાતમી મળતા જ તાત્કાલિક દોડી ગયા હતા. રોડ બાજુ એ પાર્ક ટ્રક નંબર HR-61-D-1928 ની તપાસ કરતા એમાંથી કોટન ટુવાલ ભરેલા પુઠ્ઠાના 551 બોક્ષ વચ્ચે વિદેશી દારૂની 2100 બોટલ મળી આવી હતી. રૂપિયા 2.82 લાખનો દારૂ, અશોકા લેયલેન્ડ કંપનીની ટ્રક નંબર HR-61-D-1928 કિં.રૂ. 19 લાખ, મોબાઇલ ફોન નંગ-2 કિંમત રૂપિયા 10500, પુઠ્ઠાના કોટન ટાવેલ ના બોક્ષ નંગ- 551 કીમત રૂપિયા 31,55,619 મળી કુલ્લે કિંમત રૂપિયા 53,48,119 નો મુદ્દામાલ જપ્ત કરો આગળની તપાસ હાથ ધરી છે. ટ્રાન્સપોર્ટના કોટન ટુવાલના માલની આડમા મુકી છુપાવી દારૂ ની હેરાફેરી કરતા ડ્રાઇવર-ક્લીનર ની ધરપકડ કરી છે. અને એક ને વોન્ટેડ જાહેર કર્યો છે.

ટ્રક ડ્રાઈવર અને ક્લિનરને ઝડપી લેવામાં આવ્યાં છે.
ટ્રક ડ્રાઈવર અને ક્લિનરને ઝડપી લેવામાં આવ્યાં છે.

બે પકાડાયા એક વોન્ટેડ
(1) સાયરલાલ S/O સુરજમલ મીણા ઉવ.41 ધંધો- ડ્રાઇવીંગ રહે ગોડદાગામ તા. ટેકડી થાના- સાવર જી.અજમેર
(2) રધુવીરસીંગ S/O રામસીંગ રાવત ઉવ.30 ધંધો-પશુપાલન રહે ગામ પાલડીગામ, થાના- તોડગઢ અજમેર (રાજસ્થાન)
વોન્ટેડઃ-(3) ઓમપ્રકાશ રાવત રહે જસાખેડા તા. ભીમ જી. રાજસમંદ (રાજસ્થાન)