તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરખાસ્ત:ટેન્ડર વગર થયેલા 28 કામ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીમાં સીસી રોડની દરખાસ્ત ફરીથી થશે

સુરત પાલિકામાં બુધવારે મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં એજન્ડા ઉપરના 50 કામ પૈકી 29 કામ કલમ 73 ડી હેઠળ ટેન્ડર વગર થયેલા ખર્ચની જાણ લેવાના હતા. જેમાં એક-એક કામ ઉપર વિપક્ષના બે સભ્યો દ્વારા પ્રશ્નો ઉઠાવતા બેઠક દોઢ કલાકે પૂર્ણ થઇ હતી.

73 ડી હેઠળના 29 કામ પૈકી કતારગામ ઝોનમાં ઝેરોક્ષ મશીનની કોપી પાછળ થયેલા 15 લાખના ખર્ચનું કામ મુલતવી રખાયું છે. બાકીના 28 કામ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર થયા હતા. વિપક્ષે રજૂઆત કરી કે, 73 ડી હેઠળના મોટાભાગના કામો એક-દોઢ વર્ષ પહેલા થઇ ગયા છતાં હાલમાં રજૂ થયા છે. કામો ટેન્ડર વગર કરવાની શું જરૂર પડી અને આટલા મોડા કેમ રજૂ થયા તેવા પ્રશ્નો કરી વિરોધ કર્યો હતો.

જાહેર બાંધકામ સમિતિનાં ચેરમેન રોહિણી પાટીલે કહ્યુંં કે, બેઠકમાં ઉધના વિજયાનગરમાં વેજીટેબલ શાકમાર્કેટ દૂર કરી 2.11 કરોડના ખર્ચે નવું વેન્ડીંગ માર્કેટ બનાવવા સહિતના કુલ 5.12 કરોડના વિવિધ કામોના અંદાજો મંજૂર કરાયા હતા. ભીમરાડથી ડાયમંડ બુર્સ જંકશન, કતારગામ ઝોનમાં વરીયાવ તથા કોસાડ અને રાંદેરની સોસાયટીમાં રસ્તા બનાવવાના કામો ડિપાર્ટમેન્ટને પરત મોકલાયા છે. આ તમામ રોડ સીસી રોડ બનાવવા માટે નવેસરથી દરખાસ્ત રજૂ કરવા સુચન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...