શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખોદેલા રસ્તા જોવા મળી રહ્યા છે. મેટ્રો અને ડ્રેનેજ વિભાગની કામગીરીને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. 10 વિસ્તારના 32 રોડ ખોદી નખાયા છે. પીકઅવર્સમાં લોકોને આ રસ્તાઓ પરથી પસાર થવામાં એક કલાક જેટલો સમય થઈ જાય છે. હજુ 3 મહિના સુધી લોકોને આ હાડમારી ભોગવવી પડે તેવી શક્યતા છે. દરેક જગ્યાએ ખોદકામથી બંને તરફ 300 મીટર સુધી ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળી રહ્યા છે. મેટ્રોના કેટલાક ડાયવર્ઝનવાળા રોડ પર પણ ખોદકામ થયું હોવાથી ચાલકોને 2થી 4 કિલીમીટરનો ફેરો પડી રહ્યો છે.
કોર્પોરેટરોએ પણ પોતાના વિસ્તારોમાં કાર્પેટ થતાં રસ્તા ના ફોટોશેસન પણ કર્યું હતું. પાલિકાએ રસ્તાઓના મરમ્મત પાછળ રૂપિયા 5 કરોડ થી વધુ નો ખર્ચ કરવો પડ્યો હતો. જ્યારે રૂપિયા 100 કરોડથી વધુ ના ખર્ચે નવા રસ્તાઓ બનાવવા ટેન્ડરો ઇશ્યૂ કર્યા હતાં. શહેરના રસ્તાઓ પાછળ મસમોટા ખર્ચા કરી દૂરસ્ત તો કરાયા હતાં પરંતુ આજે શહેરના ઘણા ખરાં રસ્તાઓ ઠેર ઠેર ખોદકામો શરૂ છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારની હાલત સૌથી બદ્તર બની ગઇ છે. શહેરમાં ચોમાસામાં બિસ્માર રસ્તાઓ ને કાર્પેટ કરી સુધારાયા હતાં હવે ડ્રેનેજ, હાઇડ્રોલિક ના કામો સાથે મેટ્રો સહિતના યુટિલિટિના ઠેરઠેર ખોદકામો ચાલતા હોય વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે.
વ્રજચોકમાં ફેબ્રુઆરી સુધી રિપેરિંગનું કામ ચાલશે
ડ્રેનેજ તથા પાણી વિભાગ દ્વારા વિકાસ કામોથી ભલે હાલ કેટલીક સમસ્યા ઉદ્ભવી છે. જોકે લાંબા ગાળે આ વિકાસ કામોના લીધે શહેરીજનોને 24 બાય 7 યોજનાથી પાણી પુરવઠો સપ્લાય કરવાનું આયોજન છે. ડ્રેનેજ અને હાઇડ્રોલિક વિભાગ પેરેલલ કામગીરી કરી રહ્યાં છે. તેના માટે હાલમાં એક સાથે 26 સ્થળો પર ખોદકામ કરી નળીકા બદલવાનું કામ ચાલી રહ્યું છે. વ્રજચોક સહિત કેટલાક સ્પોટ ઉપર બે મહીનાથી વધુ સમય સુધી કામ ચાલે તેમ છે.
લંબે હનુમાન રોડ પર મેટ્રોના કામ માટે આખો રોડ બ્લોક
મેટ્રો સ્ટેશન બનાવવા માટે એલ. એચ. રોડ પર આખો રોડ બ્લોક કરી વાહન વ્યવહાર ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે પણ ચાર દિવસ થઈ ગયા બાદ પણ હજુ સુધી આ રોડ પર મેટ્રો કંપનીએ કોઇ કામગીરી શરૂ કરી નથી, ખુલ્લા રોડ પર બાળકો ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે.
કતારગામ, ચોકબજાર, સરથાણા, વરાછા સહિતના આ રોડ ખોદી કઢાયા
આ રસ્તા પર ખોદકામ | ક્યારે પુર્ણ થશે |
રેલવે સ્ટેશનથી દિલ્લીગેટ | 31-12-21 |
મુગલીસરાથી ડીસીબી | 12-01-22 |
ધરમના કાંટાથી લાલગેટ | 31-12-21 |
ભાગળથી પીરછડી રોડ | 15-01-22 |
ચોપારા શેરીથી બેગમપુરા | 15-12-21 |
સલાબતપુરા હલવા સર્કલથી માનદરવાજાથી રીંગરોડ | 15-12-21 |
સલાબતપુરા માળીની વાડી | 15-12-21 |
ચોકીશેરી બેગમપુરા | 20-12-21 |
મુંબઇવડથી સહારાદરવાજા | 31-12-21 |
સૈયદપુરા ચોકીથી રામપુરા | 31-12-21 |
આ રસ્તા પર ખોદકામ | ક્યારે પુર્ણ થશે |
નાનપુરા કૈલાસ રેસ્ટો.થી લાયબ્રેરી | 10-12-21 |
નાનપુરા માર્કેટ | 31-12-21 |
પીપલોદ ડિમ્પલ રો હાઉસથી BSNL | 10-01-22 |
નાનપુરા પમ્પીંગથી સુબોધ બેકરી | 15-12-21 |
ભરીમાતા મદીના મસ્જીદથી પમ્પીંગ | 31-01-22 |
વરિયાવ સિદાત ફળિયુ | કામ ચાલુ |
મોટા વરાછા | 10-12-21 |
કતારગામ દરવાજાથી જુની ઝોન ઓફિસ | 27-12-21 |
વેડગામ અંબાજી મંદિરથી પાળા | 10-01-22 |
પંપા સર્કલથી કોહીનુર માર્કેટ રીંગરોડ | 31-12-21 |
આ રસ્તા પર ખોદકામ | ક્યારે પુર્ણ થશે |
સલાબતપુરા પોલીસ સ્ટેશનથી નવાબની ચાલ | 15-01-22 |
વાલમનગરથી વ્રજચોક | 01-02-22 |
સલાબતપુરા રેશમવાડ | 31-12-21 |
એલએચ રોડથી પોલીસ ચોકી | 03-11-22 |
વિવેકાનંદ સર્કલથી ગાંધી સર્કલ | 03-11-22 |
ચોકબજાર મીરાંબીકાથી | કામપૂર્ણ |
ભાગળથી કોટસફિલ | કામપૂર્ણ |
બડેખા ચકલાથી કબુતરખાના | કામપૂર્ણ |
મુગલીસરા મરજાનશામી હોલ | કામ ચાલુ |
નાનપુરા એલઆઈસી ઓફીસ | કામ ચાલુ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.