કાર્યવાહી:એરપોર્ટ પરથી 28 લાખનું સોનુ ઝડપાયુ, શકમંદ જવા દેવાયો

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરતના વેપારીને સોનુ ડિલિવરી થવાની આશંકા
  • 50 લાખથી વધુના સોનામાં ધરપકડ થાય છે

સુરત કસ્ટમ વિભાગે શારજાહથી સુરત આવતી ફલાઇટમાંથી એક મુસાફરને પકડી તેની પાસેથી 460 ગ્રામ સોનું પકડી પાડયુ હતુ આ સોનાની બજાર કિંમત 28 લાખ નજીક હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. શારજાહથી સોનુ સુરત સોનુ લાવનાર શકમંદ આ સોનુ કોને આપવાનો હતો તેની હજુ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ શારજાહથી લવાયેલું 28 લાખની કિંમતના આ સોનાનાી ડિલિવરી લેનાર સુરતનો જ કોઈ વેપારીઓ હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

જોકે અત્રે નોંધનીય છે કે રૂપિયા 50 લાખથી વધુની કિંમતનું સોનુ ન હોય તો ક્સ્ટમ કે ડીઆરઆઇ ધરપકડ કરતુ નથી આથી આ છટકબારીનો લાભ લઇને કેટલાંક લેભાગુઓ આ જ ધંધો કરવા લાગ્યા છે. સોનાની કિંમત 50 લાખથી ઓછી જ રાખવામાં આવે છે જેથી ધરપકડ ન થાય. દુબઇથી ડયુટી ફ્રી સોનુ સ્મગલિંગ મારફત સુરતમાં લાવવામાં આવી રહ્યુ છે.

કસ્ટમ વિભાગને માહિતી મળી હતી કે શુક્વારના રોજ સુરત એરપોર્ટ પર શારજાહથી આવતી ફ્લાઇટમાં એક મુસાફર ગુદામાર્ગ મારફતે સોનુ લાવી રહ્યો છે. ફ્લાઇટ સુરત આવતા જ યુવાનને અટકાવવામા આવ્યો હતો તેની તપાલ કરતા ગુદામાર્ગ માથી ત્રણ કેપ્સ્યુઅલ મળી આવી હતી જેમાં લિકવિડ રૂપે સોનુ હતુ.

અન્ય સમાચારો પણ છે...