નિર્ણય:18 PG કોર્સની 28 કોલેજોને બંધ નહીં કરી આત્મનિર્ભર બનાવાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓની ઘટ ધરાવતી ગ્રાન્ટેડ કોલેજો માટે લેવાયેલો નિર્ણય
  • ફી વધારાની સત્તા કોલેજોનીઃ પરીક્ષા-પદવી યુનિવર્સિટી આપશે

નર્મદ યુનિવર્સિટીના 18 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સની 28 ગ્રાન્ટેડ કોલેજો બંધ નહીં થશે, પણ “આત્મનિર્ભર’ બનાવાશે. એકેડેમિક કાઉન્સિલે સિન્ડિકેટને રિપોર્ટ કર્યો છે કે આવી કોલેજોમાં નિયત કરતા 60% કે તેનાથી ઓછા વિદ્યાર્થી હોય તો તેને બંધ નહીં કરવી. કોલેજોના વધારાના ખર્ચાઓનું ભારણ યુનિવર્સિટી પર ન આવે એ માટે આત્મનિર્ભર ધોરણે ચલાવવા મંજૂરી આપવી.

સૂત્રોએ કહ્યું કે આવી કોલેજોમાં વિઝિટિંગ ફેકલ્ટી સહિતના પગારની સાથે કોલેજોના ખર્ચા વધારે હોય અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછા હોય તો કોલેજોને કાર્યરત રાખવી મુશ્કેલ પડે છે. જેથી આવી કોલેજોને ફી વધારવા મંજૂરી આપવા સિન્ડિકેટને ભલામણ કરી છે. સાથે ફી વધારવા અને એડમિશન આપવા પણ સત્તા અપાશે. જ્યારે યુનિવર્સિટી પરીક્ષા, પરિણામ અને ડિગ્રી આપશે. દક્ષિણ ગુજરાતના 18 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સની 28 ગ્રાન્ટેડ કોલેજોમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે.

PhDના થીસીસ ગંગા એપ પર અપલોડ કરાશે
યુનિવર્સિટીના વિદ્યાર્થીના પીએચડીનો લાભ દેશને આપવા માટે એકેડેમિક કાઉન્સિલે થીસીસ શોધ ગંગા પર અપલોડ કરવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટી વર્કશોપની સાથે લીટરેચર રૂપે માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે. જોકે, તે કામગીરીની જવાબદારી કુલપતિની રહેશે.

PhD માટેનું પ્રિ-કોર્સ વર્ક ઓફલાઇન લેવાશે
​​​​​​​કોરોના દરમિયાન યુનિવર્સિટી પીએચડીનું પ્રિ-રજિસ્ટ્રેશન કોર્સ વર્કનું એજ્યુકેશન અને ટેસ્ટ ઓનલાઇન લેતી હતી. જોકે, કોરોનાની સ્થિતિ સુધરી છે. જેથી યુનિવર્સિટીએ એન્ટ્રસ્ટ ટેસ્ટ બાદનું પીએચડીનું પ્રિ-રજિસ્ટ્રેશન કોર્સ વર્કનું એજ્યુકેશન અને ટેસ્ટ ઓફલાઇન લેવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...