બેઠક:2791 આવાસ બનાવવાનું કામ સ્લમ સમિતિમાં મંજૂર

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 237 કરોડના ખર્ચે વેસુ, પાલ, જહાંગીરપુરા પાલનપોર અને ભેસ્તાન આવાસ બનશે

પાલિકામાં સ્લમ ઇમ્પ્રૂવમેન્ટ સમિતિની મળેલી બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વધુ 5 લોકેશન પર 2791 આવાસ બનાવવાના કામને લીલીઝંડી આપવામાં આવી હતી. આગામી દિવસમાં સામાન્ય સભાની મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ટી.પી સ્કીમ નં 13 (વેસુ-ભરથાણા) ફાઇનલ પ્લોટ નં 165,166માં 540 આવાસ સાથે 8 દુકાન, ટી.પી 9 (પાલનપોર-ભેંસાણ) ફાઇનલ પ્લોટ નં 173માં 588 આવાસ, ટી.પી 14 (પાલ) ફા.પ્લોટ નં 160/1માં 63 આવાસ અને 6 દુકાન, ટી.પી 46 (જહાંગીરપુરા) ફાઇનલ પ્લોટ નં 103માં 808 આવાસ અને ટી.પી.48 (ભેસ્તાન) ફાઇનલ પ્લોટ નં 89માં 792 આવાસ સાથે 18 દુકાનો બનાવવામાં આવશે. પ્રતિ આવાસ પાછળ અંદાજે 8.50 લાખનો ખર્ચ થશે.

જેમાંથી રૂા.1.50 લાખ રાજ્ય સરકાર અને રૂા.1.50 લાખ કેન્દ્ર સરકાર ભોગવશે. જ્યારે લાભાર્થીઓને 5.50 લાખમાં આવાસ મળશે. આવાસમાં ગાર્ડન ડેવલોપમેન્ટ, ફાયર સેફટી, ગેસ કનેક્શન, વોટર રીચાર્જ બોર, સી.સી રોડ સહિતની માળખાકીય સુવિદ્યાઓ આપવામાં આવશે.

આજથી ઝોનમાં ફોર્મ મળશે
આજથી દરેક ઝોનમાંથી પણ ફોર્મ મળી રહેશે. હાલમાં 12 લોકેશન પર 8200 આ‌વાસ માટે ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે. મંગળવારે 5385 ફોર્મ વેંચાયા હતા. અત્યાર સુધીમાં 45227 ફોર્મ વેંચાઈ ગયા છે. આગામી 16 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...