તસ્કરી:મોટા વરાછામાં 5 ગોડાઉનના તાળાં તોડી 2.77 લાખની ચોરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાત્રિ કફર્યુ વચ્ચે સામૂહિક ચોરી પડકારરૂપ
  • ત્રણ ચોર સીસીટીવી​​​​​​​ કેમેરામાં કેદ થયા

શહેરમાં રાત્રી કફર્યું હોવા છતાં ચોરોએ એક જ રાતમાં મોટાવરાછા વિસ્તારમાં 5 ગોડાઉનો અને કારની ગેરેજના તાળાં તોડી તેમાંથી 2.77 લાખની ચોરી કરી હતી. ચોરીની જાણ થતાં અમરોલી પોલીસ દોડતી થઈ હતી. મોટાવરાછામાં રાધીકા રેસીડન્સીમાં રહેતા પંકજભાઈ તુલસીભાઈ બલરની મોટાવરાછા ડીમાર્ટની પાછળ સુમન સુરજ આવાસની બાજુમાં સાંઈ નામના કેમ્પસમાં પ્લાયવૃડનું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાંથી 16મી તારીખે મોડીરાત્રે ત્રાટકેલા તસ્કરોએ ઓફિસમાંથી લોકર તોડી તેમાંથી 2 લાખની રોકડ અને મોબાઇલ તેમજ પાવરબેંક ચોરી કરી ગયા હતા.

આ ઉપરાંત પ્લાઇવુડના ગોડાઉનની બાજુમાં ગેરેજ જેમાંથી ફોરવ્હીલની બેટરીઓ તેમજ કટર મશીન ચોરી ગયા હતા. ઉપરાંત બાજુમાં ખેતી વાડીની દવાના ગોડાઉનમાંથી મોબાઇલનું બ્લૂટૂથ અને એરપોર્ડ તેમજ 3 હજારની રોકડ ચોરી કરી હતી. તદ્ઉપરાંત કારના વર્કશોપમાંથી સ્કેનર મશીન, બેટરીઓ ચોરી ગયા હતા. તેમજ ફેબ્રિકેશનની દુકાનમાંથી લોખડની ગ્રીલ અને મશીનરી મળી કુલ 5 ગોડાઉનમાંથી 2.77 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

જો કે, સીસીટીવી કેમેરામાં 3 ચોરો કેદ થઈ ગયા હતા. પોલીસે આ સીસીટીવી ફૂટેજ આધારે અગાઉની તપાસ શરૂ કરી છે. અને તેમને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રાત્રી કફર્યું હોવા છતાં તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...