• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 27 To 29 Gem Jewelery Exhibition, 20 Thousand Gold Umbrellas Studded With 12 Thousand Diamonds Will Be The Center Of Attraction

ભાસ્કર વિશેષ:27થી 29 જેમ-જ્વેલરી એક્ઝિબિશન, 12 હજાર હીરા જડેલી સોનાની 20 લાખની છત્રી આકર્ષણનું કેન્દ્ર બનશે

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્વેલરી એક્સપોમાં દેશ-વિદેશના 105 મેન્યુફેકચરર ભાગ લેશે
  • અમેરિકા, લંડન સહિત દેશ-વિદેશના 8 હજાર લોકો મુલાકાત લેશે

શહેરના જ્વેલરી મેન્યુફેક્ચર્સને પ્રોત્સાહન આપવા જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસો. સરસાણા ખાતે 27થી 29 નવેમ્બર સુધી બીટુબી એક્ઝિબીશનનું આયોજન કરાશે. જેમાં 105 મેન્યુફેક્ચર્સ ભાગ લેશે. આ પ્રદર્શનમાં દાગીનાની સાથે નેચરલ હીરા અને ગોલ્ડમાંથી તૈયાર કરાયેલી 20 લાખની છત્રી આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રદર્શનમાં હોંગકોંગ, લંડન, અમેરિકા, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગલોર, ચેન્નાઈ, કલકત્તા, હેદ્રાબાદ, જયપુર સહિત 8000થી વધારે લોકો મુલાકાત લેશે.

પેન, ઘડિયાળ સહિતની વસ્તુઓ પણ ડિસપ્લે કરવામાં આવશે
આ એક્ઝિબીશનમાં હિપોપ જ્વેલરી, સોના અને હીરામાંથી તૈયાર કરાવમાં આવેલી પેન, ઘડિયાળ સહિતની વસ્તુઓ પણ ડિસપ્લે કરવામાં આવશે. જેમાં ખાસ કરીને નેચરલ ડાયમંડ સ્ટેડ છત્રી આકર્ષણનું કેન્દ્ર બનશે. જેમાં 175 કેરેટ વજનના 12 હજાર નંગ નેચરલ ડાયમંડ અને 450 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

લેબગ્રોન ડાયમંડ જ્વેલરી અને લુઝ ડાયમંડ પણ ડિસપ્લે કરાશે
​​​​​​​એક્ઝિબીશન સાથે જોડાયેલા ડો.સ્નેહલ પટેલ કહે છે કે, ‘જ્વેલરી શોમાં લેબગ્રોન તથા નેચરલ ડાયમંડ જ્વેલરી અને જ્વેલરી બનાવવાની મશીનરી પણ પ્રદર્શિત કરાશે.’

6 મહિનામાં 70 કંપનીઓ ઉમેરાઈ
​​​​​​​જ્વેલરી મેન્યુ. એસો.ના પ્રમુખ જયંતી સાવલિયા કહે છે, ‘સુરત હવે જ્વેલરી મેન્યુફેચરિંગ સિટી પણ ગણાશે. હાલ શહેરમાં 450 કંપની છે. જેમાંથી 70 કંપની તો છેલ્લા 6 મહિનામાં જ કાર્યરત થઈ છે.’

અન્ય સમાચારો પણ છે...