તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિવર્સિટીની ટ્રાયલમાં જ એરર:27 હજાર વિદ્યાર્થીનાં લોગિન ન થયાં, ઓનલાઈન પરીક્ષા માટે મોક ટેસ્ટ યોજી હતી, આજે ફરી લેવાશે

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

યુનિવર્સિટીની બીકોમ, બીએ, બીબીએ, બીસીએ અને બીએસસીની થર્ડ સેમેસ્ટરની ગુરૂવારની ઓનલાઇન મોક ટેસ્ટમાં છબરડો થતાં 28 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતાં. જેથી આજે ફરી મોક ટેસ્ટ લેવાશે. ગુરૂવારે પ્રથમ મોક ટેસ્ટ સમયે વિદ્યાર્થીઓને પાસવર્ડ ખોટો મળતાં સોફ્ટવેર ડાઉનલોડ થઇ શક્યો ન હતો. જેથી વિદ્યાર્થીઓએ હેલ્પલાઇન પર ફોન કરતાં તે પણ બંધ હોવાનો આક્ષેપ કર્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે એજન્સીએ પાસવર્ડ જનરટે કર્યા ન હોવાથી છબરડો થયો હતો.

અા રીતે રજિસ્ટ્રેશન કરી લોગિન કરી શકાશે
વિદ્યાર્થીઓએ એસપીઆઇડી અને પાસવર્ડથી વીએનએસજીયુ.નેટમાં જઈને લોગિન કરી પાસવર્ડ મેળવવાનો રહેશે. જે પછી મળેલા પાસવર્ડ, એસપીઆઇટી કે આઇડીથી તેમજ મોબાઇલ નંબરથી ઓનલાઇન પરીક્ષાના મોડ્યુલમાં એન્ટર કરી પરીક્ષા આપવાની રહેશે. છતાં પણ કોઈ વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવે તો યુનિવર્સિટીના હેલ્પ લાઇન નંબર પર જઈ ફોન કરી શકશે. અરવિંદ ધડૂક, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર

બની શકે કે ફોર્મમાં માહિતી ખોટી લખી હોય
ઓનલાઇન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પાસેથી ભરાવવામાં આવેલા ફોર્મમાં માહિતી ખોટી લખી હોય શકે છે. જેથી વિદ્યાર્થીઓ સુધી પાસવર્ડ પહોંચ્યા નથી. હેલ્પલાઇન પણ કાર્યરત છે. અમને 1249 કોલ મળ્યા છે. પરીક્ષાના સમયે એક સાથે વિદ્યાર્થીઓના ફોન આવતા અમે પહોંચી શક્યા ના હતા. ડો. કે. એન. ચાવડા, કુલપતિ

અન્ય સમાચારો પણ છે...