સુરત:કોરોના સામે લડવા માટે સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા 27 લાખની સખાવત

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી રાહત નિધિમાં 22 લાખ આપવામાં આવશે
  • નવસારી રાજકોટ સહિતના વિસ્તારોમાં રસોડા ખોલાશે

સુરતઃ કોરોના પ્રકોપને પગલે ૨૧ દિવસના લોક ડાઉનનના સમયે રોગાતુર જનને વિશે દયાવાન થવાના ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલ આદેશ અનુસાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની સુરત શાખા દ્વારા સરકારશ્રીને અનેકવિધ રૂપે સહાયરૂપ થવાનું નક્કી કરવામાં આવેલ છે. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને પ્રેરણાથી શ્રી ધર્મ જીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા કોરોના પ્રકોપને પગલે જરૂરિયાત મંદ પરિવારોને સહાયરૂપ થવા રૂપિયા 22 / લાખની સેવા મુખ્યમંત્રીના રાહત નિધિમાં અર્પણ કરવામાં આવશે. 

માસ્ક સેનિટાઈઝર અપાશે
શ્રી ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ પટેલ તથા ટ્રસ્ટી મંડળે નવસારીના ઇટાળવા ખાતે સરકારની મંજૂરી મળ્યેથી રસોઈ ઘર શરૂ કરવાનું પણ આયોજન કરેલ છે.  ઉપરાંત જરૂરિયાત મંદ દરિદ્રનારાયણ પરિવારોને જરૂરી  લોટ,  ખાંડ,  મસાલા તેમજ શાકભાજી, ટમેટા , બટાટા,  મરચાં, લીંબુ વગેરે સાથેની કીટ  તૈયાર કરાઈ રહી છે,  જે બાયોડીગ્રેડેબલ બેગમા પેક કરીને વિતરણ કરાશે. એ માટે 5/ લાખ રૂપિયા ફાળવવામાં આવેલ છે.સરકારની મંજુરી મળ્યેથી માસ્ક પહેરેલા અને સેનિટાઈઝડ થયેલા નવસારી નવાગામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સ્વયંસેવક યુવાનો તુલસી ભગત નાથાણી તથા કૃષ્ણકાંત શેલડીયા ના માર્ગદર્શન અનુસાર ઉપરોક્ત સેવા સામગ્રીઓ જરૂરયાત મંદ દરીદ્રી નારાયણોને ઘેર બેઠા પહોંચાડશે.

રસોડા શરૂ કરાશે
પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર સુરતમાં 11/ લાખ તેમજ નવસારીમાં 5/ લાખ ઉપરાંત રાજકોટ માં શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી ની સ્મૃતિમાં ચાલતી ધર્મજીવન હોસ્પિટલ દ્વારા રાજકોટમાં પણ 11/ લાખની ફાળવણી કરાઈ છે . આમ ગુરુકુલ દ્વારા 27 લાખ રૂપિયા કોરોના સહાય કામમાં મદદરૂપ થવા અર્પણ કરાશે.જ્યારે જ્યારે આપણા દેશ ઉપર ભૂકંપ , પૂરહોનારત કે દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓ આવી છે ત્યારે ત્યારે માનવસેવાના ઉમદા કાર્યમાં ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી સદાય સેવા તત્પર રહેતા . તેમના જ પગલે ગુરુકુળ દ્વારા પોતાનું સામાજિક કર્તવ્ય સમજીને વર્તમાન સમયમાં પણ ગુરુવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં વિવિધ સેવાઓ કરાઈ રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...