તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:સરકારી હોસ્પિટલમાં 27 મ્યુકર માઇકોસિસના કેસ, સિવિલ-સ્મીમેરમાં કુલ 83 દર્દી દાખલ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિવિલ હોસ્પિટલમાં વધુ 20 મળી કુલ 57 દર્દીઓ અને સ્મીમેર હોસ્પિટલમાં 7 મળીને કુલ 26 દર્દીઓને સારવાર હેઠળ છે. આમ સરકારી હોસ્પિટલમાં નવા 27 કેસ મ્યુકર માઇકોસિસના નોંધાયા છે. સિવિલ - સ્મીમેર હોસ્પિટલમાં શુક્રવારે વધુ 9 દર્દીની સર્જરી કરવામાં આવી હતી. બંને હોસ્પિટલમાં નવી બિમારી માટે ખાસ ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે.

બંને હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ તથા અલાયદા વોર્ડ સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમુક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવ્યા બાદ સિવિલમાં સારવાર માટે આવી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં ચાર દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...