ધરપકડ:264 કાર સગેવગે કરવાના કૌભાંડમાં વધુ 1ની ધરપકડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 10 લાખથી વધુના ટ્રાન્ઝેેક્શન મળી આવ્યા

264 ફોર વ્હીલ ગાડીઓ સગેવગે કરવાના કૌભાંડમાં ઈકોસેલે વધુ એકની ધરપકડ કરી છે. આ ગુનામાં અગાઉ 8 આરોપીઓને પોલીસે પકડી પાડી 254 ગાડીઓ 6 કરોડની કબજે કરી હતી. ઈકો સેલના પીએસઆઈ સાગર પ્રધાને સ્ટાફ સાથે કામરેજ ટર્નિંગ પાસે પાનના ગલ્લા પર વોચમાં ગોઠવાઇ ગયા હતા. દરમિયાન પાનના ગલ્લા પરથી ઈકોસેલે વિરમ ગગજી ભુવા(24)(રહે, તળાવ ફળિયું, કામરેજ)ને પકડી પાડ્યો હતો. સૂત્રધાર કાળુ ભુવાનો નાનો ભાઈ વિરમ ભુવાના બેંક ખાતામાં 10 લાખથી વધુના ટ્રાન્ઝેકશન મળી આવ્યા હતા. આરોપી વિરમ પાનનો ગલ્લો ચલાવે છે.

અગાઉ બન્ને ભાઈઓએ ડેઇલી 1400નું ભાડુ આપવાની ગાડીના માલિકોને લાલચ આપી હતી. એટલું જ નહી ભરૂચ ઝઘડિયાની કંપનીમાં ગાડીઓ મુકવાની વાત કરી હતી. ટોળકીની માયાજાળમાં 264 ગાડીઓના માલિકોએ ઓરિજનલ કાગળો બંને ભાઈઓ આપ્યા હતા. અગાઉ પોલીસે 254 ગાડીઓ તેના માલિકોને સુપરત કરી દીધી હતી. આ ઉપરાંત 10 ગાડીઓનો હજુ પત્તો મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...