ઠગાઈ:હજીરામાં 25 લાખની લોટરીના નામે આધેડ સાથે 2.63 લાખની ઠગાઈ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સ ચાર્જીસ પેટે રકમ ટ્રાન્સફર કરાવી
  • આધેડે તમામ વિગતો ફોન પર આપી હતી

હજીરાની કંપનીમાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આધેડે 25 લાખની લોટરીની લાલચમાં આવી 2.63 લાખની રકમ ગુમાવી છે. યુવકે આ બાબતે હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બિહારના અને હાલ હજીરા ગામે શિવમંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા 56 વર્ષીય ડોમાભાઈ દુખીભાઈ ચૌધરી પર 25મી જૂન-21ના રોજ મોબાઇલ પર મેસેજ આવ્યો હતો. આ મેસેજ જોયા બાદ આધેડે સામેથી કોલ કર્યો હતો. ત્યારે સામેવાળી વ્યક્તિએ આધેડને 25 લાખની લોટરી લાગી છે તેવી લાલચ આપી હતી. 25 લાખની લોટરી લાગી હોવાનું માનીને આધેડે લાલચમાં આવીને પાસબુક, બેંક ડિટેઇલ સહિતની વિગતો ઠગ ટોળકીના વોટ્સએપ પર મોકલી આપી હતી. પછી ઠગ ટોળકીએ 25 લાખની લોટરીની રકમ મેળવવા માટે ટેક્સના નામે રૂ. 8110 તેમજ અન્ય ચાર્જીસો સાથે 8 ટ્રાન્જેક્શનો મળી કુલ 2.63 લાખ રૂપિયાની રકમ આધેડ પાસેથી પડાવી લીધી હતી.

25 લાખ રૂપિયાની લોટરીની રકમ આધેડના ખાતામાં જમા ન થતાં તેમને શંકા લાગી હતી. જેથી તેમણે જે તે વખતે 100 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. હાલમાં હજીરા પોલીસે ફરિયાદ લઈ મોબાઇલ નંબરના ધારક સામે આઈટી એક્ટ અને ચીટિંગનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...