તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:અશ્વનીકુમાર સ્મશાનમાં 2 કલાકમાં 26 મૃતદેહ આવ્યા, પાલિકાએ 7 જ બતાવ્યા

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા મોતના આંકડા છૂપાવતી હોવાનો AAPનો

સોમવારે પાલિકાએ કોરોનાનો મૃત્યુઆંક 7 બતાવ્યો હતો, પરંતુ અશ્વનીકુમાર સ્મશાનગૃહમાં જ બે કલાકમાં 26 મૃતદેહ આવ્યા હોવાનો આક્ષેપ સાથે આપ પાર્ટીએ તંત્ર મોતના આંકડા છુપાવી રહી હોવાનો આક્ષેપ મુક્યો છે. આપના પ્રવકતા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે ‘આ આંકડાઓ અને જમીની હકિકતમાં બહું મોટી વિસંગતતા છે. તંત્ર આ આંકડાઓ છુપાવીને પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે.

24 કલાક રસીકરણ થાય તેવી વ્યવસ્થા કરો
શહેરના ટેસ્ટીંગ સેન્ટરો પર ટેસ્ટીંગ કીટો ખૂટી જાય છે. વેક્સિનેશનની કામગીરી મંદગતિએ થઇ રહી છે. હાલમાં 6થી 8 કલાક જ વેક્સિનેશન થાય છે. કોરોનાને નિયંત્રણમાં કરવા માટે પાલિકાએ 24 કલાક વેક્સિનેશનની વ્યવસ્થા કરવી જોઇએ એવી આપ પક્ષએ માંગણી કરી છે.

લોકડાઉનથી પ્રજાની કમર સાવ ભાંગી છે
‘આરોગ્ય સચિવ જયંતિ રવિ પોતાનો રેકોર્ડ ખરાબ ના થાય એ માટે આવું કરાવે છે. કોરોનામાં સરકાર નિષ્ફળ રહી છે. હવે ફરી લોકડાઈનની વાત ચાલે છે પણ અગાઉના લોકડાઉન બાદ પ્રજાની આર્થિક રીતે કમર સાવ ભાંગી ગઈ છે. તેથી કોરોના નિયંત્રણ કરવા માટે અન્ય રસ્તાઓ વિશે વિચારવું જોઇએ. લોકડાઉન એક માત્ર રસ્તો નથી. - ધર્મેશ ભંડેરી, વિપક્ષી નેતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો