તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 26 BJP And 11 Congress Candidates Are Crorepatis, One With Only Rs 5,000 And One With The Highest Assets Of Rs 22 Crore In Surat Municipal Corporation Election

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુરતિયાઓની સંપત્તિનું એનાલિસિસ:સુરતમાં ભાજપના 26 અને કોંગ્રેસના 11 ઉમેદવાર કરોડપતિ, એક પાસે માત્ર રૂપિયા 5 હજાર અને એક પાસે સૌથી વધુ 22.40 કરોડની મિલકત

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 37 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુ મિલકત, 19 ઉમેદવાર પાસે 3 કરોડથી વધુ મિલકત

સુરત પાલિકાની ચૂંટણીમાં ભાજપે કરોડપતિ અને મિલકતદારો પર પસંદગીનો કળશ ઢોળ્યો હોય એવું આંકડાઓ પરથી ફલિત થઇ રહ્યું છે. ભાજપના 26 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુની સંપત્તિ છે, જ્યારે કોંગ્રેસમાં ગણતરીના 12 કરોડપતિ સાથે એક ઉમેદવારે પોતાની થાપણ માત્ર 5 હજાર હોવાનું જાહેર કર્યું છે. ભાજપના ઉમેદવારોમાં રૂ.1 કરોડથી વધુની સંપત્તિ ધરાવનાર 26 જેટલા ઉમેદવારો છે. ભાજપ પ્રથમ પાંચ ઉમેદવારોમાં દીપન દેસાઇ પાસે સૌથી વધુ 22.40 કરોડ તો કોંગ્રેસના ઉમેદવાર મહેશ વેકરિયા પાસે રૂ. 11.25 કરોડની સંપત્તિ છે.

ઉમેદવાર પાસે સૌથી વધુ 22.40 કરોડની મિલકત
મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો પૈકી 26 કરોડપતિ છે. ભાજપના ઉમેદવારો માટે સૌથી ધનાઢ્ય એવા ક્રેડાઇના સેક્રેટરી અને બિલ્ડર દીપન દેસાઈ છે, જેમણે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં બન્ને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોમાંથી કોણ ચૂંટાઈને સુરત મનપા સામાન્ય સભા હોલમાં બેસે એ તો સમય જ કહેશે.

ભાજપ-કોંગ્રેસના ટોપ 5 કરોડપતિની સરખામણી
ભાજપના ટોપ 5 પૈકીના પાંચમા ઉમેદવાર પાસે 12.39 કરોડની મિલકત છે, જ્યારે કોંગ્રેસના સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવાર મહેશ કેવડિયા પાસે 11.25 કરોડની સંપત્તિ છે, જેથી ભાજપના પાંચમા ઉમેદવાર કરતાં કોંગ્રેસના પહેલા ઉમેદવાર પાસે તેના કરતાં પણ ઓછી મિલકત છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના 26 ઉમેદવાર પાસે એક કરોડથી વધુની સંપત્તિ છે, જ્યારે કોંગ્રેસના માત્ર 11 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુ સંપત્તિ છે.

ભાજપના ધર્મેશ સરસિયા પોતાના વોર્ડમાં પ્રચાર કરી રહ્યા છે.
ભાજપના ધર્મેશ સરસિયા પોતાના વોર્ડમાં પ્રચાર કરી રહ્યા છે.

19 ઉમેદવાર પાસે 3 કરોડથી વધુ મિલકત
ભાજપ કોંગ્રેસના 237 ઉમેદવાર પૈકી કુલ 37 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુ મિલકત છે, જેમાં 3 કરોડથી વધુની મિલકત ધરાવતા 19 ઉમેદવાર છે, જ્યારે 1 કરોડથી વધુ મિલકત 18 ઉમેદવાર પાસે છે. 9 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુ મિલકત છે, જ્યારે 2થી 3 કરોડથી સુધીની મિલકત 9 ઉમેદવાર પાસે છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય સાથે ઉમેદવાર ઘનશ્યામ સવાણી પ્રચાર કરી રહ્યા છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય સાથે ઉમેદવાર ઘનશ્યામ સવાણી પ્રચાર કરી રહ્યા છે.

ત્રિપાંખિયો જંગ
પાલિકાની ચૂંટણીમાં હવે 484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી ખેલાશે. પાસે કોંગ્રેસના પાટીદાર ઉમેદવારોનાં ફાર્મ પરત ખેંચવા માટે આહવાન કરતા સવારથી જ સુડાભવન ખાતે ભારે ચહલપહલ રહી હતી. મહાનગરપાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાટીના 114 ઉમેદવારે મેદાનમાં ઊતરશે, જેની સામે અપક્ષ 55 અને અન્ય પાર્ટી 78ના ઉમેદવારો પણ નસીબ અજમાવશે.

કોંગ્રેસના નંબર 1 કરોડપતિ મહેશ કેવડિયા વોર્ડના અન્ય ઉમેદવાર સાથે પ્રચાર કરી રહ્યા છે.
કોંગ્રેસના નંબર 1 કરોડપતિ મહેશ કેવડિયા વોર્ડના અન્ય ઉમેદવાર સાથે પ્રચાર કરી રહ્યા છે.

વોર્ડ નં.27માં સૌથી વધુ 28 ઉમેદવાર
ગત રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનાની આખરી મુદત હતી, જેમાં બે કોંગ્રેસના ઉમેદવારો સહિત કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા છે. વોર્ડ નં.3માંથી બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતાં કોંગ્રેસે ચૂંટણી પહેલાં જ ત્રણ બેઠકો ગુમાવી દીધી છે. આજે ચંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાં હવે 9 બેઠકોને બાદ કરતાં બાકીની બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. મનપાની ચૂંટણીમાં વોર્ડ નં.27 ડિંડોલી (દક્ષિણ)માં સૌથી વધુ 28 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 11 ઉમેદવાર અપક્ષના છે. તો બીજી તરફ વોર્ડ નં.15 કરંજ-મગોબમાં સૌથી ઓછા 12 ઉમેદવારો ચૂંટણી લડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો