છેતરપિંડી:BJP કોર્પો.ના પુત્ર પાસેથી 6 ફલેટ ખરીદી 2.58 કરોડની છેતરપિંડી

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વાસ કેળવી દસ્તાવેજ કરાવ્યા, લોન લઈ નાણાં ચાંઉ કર્યાં
  • ઇકો સેલ અશ્વિન લાંગડિયાનો જેલમાંથી કબજો લેશે

ભાજપના કોર્પોરેટર સંજય દલાલના બિલ્ડર પુત્રની સાથે 2.58 કરોડની ચીટીંગ થઈ છે. ધર્માંગ દલાલે જહાંગીરાબાદમાં શ્રી સિધ્ધનાથ એન્કલેવ નામથી પ્રોજેકટ મુક્યો હતો. જેમાં આરોપી અશ્વિન લાંગડિયાએ 6 ફલેટમાં રોકાણ કરી તેની ખરીદી કરવા માટે બેંકમાંથી લોન લઈ નાણાં ચુકવવાની અને પોસ્ટ ડેટેડ ચેકથી પેમેન્ટ આપવાની વાત કરી બિલ્ડરને વિશ્વાસમાં લીધો હતો. આરોપીએ તેની પત્ની અને બે ભાઈઓ સહિત 5 જણાના નામે 6 ફલેટો વેચાણ દસ્તાવેજ લખી આપ્યા બાદ આ ફલેટો પર દેના બેંકમાંથી 55 લાખની સીસી લોન અને 95 લાખ ટર્મ લોન લઈ રકમ વાપરી નાખી બેંકમાં ભરપાઈ કરી ન હતી.

વળી, અસલ દસ્તાવેજાે બેંકમાં જમા હતા તેમ છતાં બેંકમાંથી લોન લીધેલા 6 ફલેટ પૈકી 3 ફલેટના અસલ વેચાણ દસ્તાવેજ હોય તેવા જ પ્રકારના બોગસ દસ્તાવેજો બનાવી આરોપી અશ્વિન લાંગડિયાએ નિકુંજ વેકરીયાને વેચી માર્યા હતા. આ બનાવ અંગે બિલ્ડર ધર્માંગ દલાલે અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે. અશ્વિન અગાઉ પણ આ જ રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવી મિલકત વેચી મારવાના ગુનામાં પકડાયો હતો. ઇકો સેલે આરોપી લાંગડિયાની ધરપકડ કરી છે.

આ આરોપીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો
પોલીસે ઠગબાજ અશ્વિન કરમશી લાંગડિયા, પત્ની એકતા અશ્વિન લાંગડિયા, ભાઈ પ્રકાશ કરમશી લાંગડિયા, મીરા પ્રકાશ લાંગડિયા, વિજય કરમશી લાંગડિયા (તમામ રહે,નંદીની-3, વીઆઇપી રોડ,વેસુ, મૂળ રહે, આણંદ) સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. હાલમાં આરોપી અશ્વિન લાંગડિયા ચીટીંગના ગુનામાં લાજપોર જેલમાં છે.

અન્ય સમાચારો પણ છે...