તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવકવેરા વિભાગની યોજના:‘વિવાદ સે વિશ્વાસ’ યોજનામાં 2551 વેપારીએ 500 કરોડનું ડેક્લેરેશન કર્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજારો વેપારીઓએ IT સામેના કાનૂની જંગમાંથી હાથ ખંખેરી 3800 કરોડ જાહેર કર્યા
  • રાજ્યમાં 12 હજાર વેપારીએ ફોર્મ ભર્યા હતા, સૌથી વધુ સુરતથી ભરાયા હતા

કોરોના કાળમાં આવેલી આવકવેરા વિભાગની ‘વિવાદ સે વિશ્વાસ’ સ્કીમ અંતર્ગત રાજ્યમાંથી 3800 કરોડનું ડિક્લેરેશન કરાયું છે. આ સ્કીમનો લાભ લેવા 12 હજારથી વધુ ફોર્મ ભરાયાં હતાં. સૌથી વધુ ફોર્મ સુરતમાં ભરાયાં હતાં, જ્યારે અમદાવાદમાંથી અધધ 3 હજાર કરોડનું ડિકલેરેશન કરાયું હતું.

આ સ્કીમનો લાભ લેનારા વેપારીઓએ હવે આઇટી અપીલ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટથી પોતાના કેસ પરત ખેંચી લીધા છે. આ મુદ્દે સી.એ. ડેનિશ ચોકસી કહે છે કે 10 કે તેથી વધુ વર્ષથી કાનૂની જંગ હેઠળના કેસો પણ પરત ખેંચાયા છે. વેપારીઓએ લાંબી કાનૂની પ્રોસિજરમાં પડવાને બદલે રૂપિયા ભરીને ટેન્શન દૂર કર્યું છે.

અમદાવાદમાં આ સ્કીમ હેઠળ 12 હજારથી વધુ ફોર્મ ભરાયા, જેમાં 3200 કરોડની જાહેરાત થઈ છે. અમદાવાદના કલેકશનમાં રાજકોટનો ફાળો 25 ટકા છે. સુરતમાં આ સ્કીમ હેઠળ કુલ 2651 વેપારીએ લાભ લધો હતો. આઇટીમાં સુરત અને વડોદરાના આંક સાથે હતા, જેમાં 512 કરોડની જાહેરાત થઈ છે.

સમગ્ર સ્કીમને આ રીતે સમજો
સી.એ. વિરેશ રૂદલાલ અને જીજ્ઞેશ શાહ કહે છે કે, સ્કીમનો હેતુ એ હતો કે અપીલ કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલે છે તેનો અંત આવે. આ માટે વેપારીઓએ ટેક્સના 100 ટકા ભરવાના હતા અને વ્યાજની માફી હતી. વ્યાજ મહિને બે થી અઢી ટકા સુધી થતું હતું. જો માત્ર પેનલ્ટી માટે વેપારી લડતો હોય તો તેમાં 25 ટકા રાહત હતી. કરદાતાના કેસમાં વ્યાજની રકમ જ ટેક્સ કરતાં વધી જતી હતી. જે દુર થવી મોટી રાહત હતી.

દેશમાં એક લાખ કરોડના વિવાદ સેટલ થયા
સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહ્યું, દેશમાં 9 લાખ કરોડની ટેક્સ ડિમાન્ડ અને 5 લાખ કેસ હતા. 1 લાખ કરોડના વિવાદ સેટલ થયા છે. 1998ની કરવિવાદ સ્કીમમાં 631 કરોડની રેવન્યુ મળી હતી,જેની સરખામણીમાં આ સ્કીમ વધુ સફળ છે. કરદાતાઓ 31 ઓગસ્ટ સુધીમાં રૂપિયા ભરી શકશે. જ્યારે 10 ટકા વધુ ચૂકવીને આ સ્કીમનો લાભ 31 ઓકટોબર સુધી લઇ શકાશે.

અન્ય સમાચારો પણ છે...