તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:છેલ્લા 10 દિનમાં 2539 કેસ વધ્યા, 22નાં મોત, અઠવા - રાંદેર બાદ હવે કતારગામમાં સંક્રમણ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારે વધુ 289 કેસ પોઝિટિવ, 3નાં મોત, 199 સાજા થયા

શહેર જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં 2500થી વધુ પોઝિટિવ કેસનો વધારો થયો છે. ગુરૂવારે શહેરમાં 231 અને જિલ્લામાં 58 કેસ સાથે શહેર જિલ્લામાં 289 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 42528 થઈ ગઈ છે. ગુરૂવારે શહેરમાં વધુ 3 કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1050 થઈ ગયો છે. શહેરમાંથી 178 અને જિલ્લામાંથી 21 દર્દીઓ મળી 199 કોરોના પોઝિટિવ દર્દીઓ ગુરૂવારે કોરોનાને માત આપી સાજા થતા રજા અપાઈ છે. સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 39784 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

10 દિવસમાં સૌથી વધુ કેસ ગુરુવારે નોંધાયા

તા.કેસકુલ કેસ
1718040169
1822440393
1923940632
2024640878
2126241140
2226641406
2327041676
2428641,962
2527742,239
2628942528

જ્વેલર્સ, ટ્યુશન ક્લાસ સંચાલકને ચેપ
શહેરમાં ગુરૂવારે સાઉથ વેસ્ટ ઝોનમાં 5 વિદ્યાર્થી, ટ્રાન્સપોર્ટના વેપારી, જ્વેલર્સ, ટ્યુશન ક્લાસ સંચાલક, ઓએનજીસીના એક્ઝિ. મેનેજર, ઓટોમોબાઈલ વેપારી, ડોક્ટર, બેંક કર્મચારી, સોફ્ટવેર એન્જિનિયર, વેસ્ટ ઝોનમાં કેન્દ્રીય વિદ્યાલયના કર્મચારી, એલ.પી.સવાણી સ્કૂલના પ્રિન્સીપાલ, સ્મીમેરના ડોક્ટર, વિદ્યાર્થી, નવી સિવિલના 2 તબીબ, ગુજરાત ગેસ કર્મચારી, વરાછા ઝોનમાં બિલ્ડર, લૂમ્સ કારખાનેદાર, રેલ્વે ટેલીકોમ કર્મચારી, રત્નકલાકાર, સેન્ટ્રલ ઝોનમાં જરીના કારખાનેદાર, 2 વિદ્યાર્થી, લૂમ્સ કારખાનેદાર, લિંબાયત ઝોનમાં ટ્રાફિક પોલીસ કર્મચારી, કતારગામ ઝોનમાં બેંકકર્મી, એમ્બ્રોઈડરી કારખાનેદારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મૃત્યુ પામેલા ત્રણેયની ઉંમર 60થી વધુ
શહેરમાં ગુરૂવારે વધુ 3 કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જેમાં અલથાણ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ, અડાજણ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા અને પિપલોદ વિસ્તારમાં રહેતા 66 વર્ષીય વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...