તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુરતની સ્થિતિમાં સુધારો:છેલ્લા 9 દિવસમાં કોરોનાના 2519 દર્દી રિકવર થયા, રોજ સરેરાશ 280 દર્દી સાજા થયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસ કરતા રિકવર વધુ થયા
  • છેલ્લા 9 દિવસમાં રોજ સરેરાશ 238 કેસનો વધારો થયો

શહેર જિલ્લામાં કોરોનાની સ્થિતિમાં સુધારો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જુલાઈ મહિનામાં કેસ, મોતના વધારા બાદ ઓગસ્ટ મહિનામાં કેસ અને મોતમાં ઘટાડો થયો છે. જેની સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ઓગસ્ટ મહિનાના છેલ્લા 9 દિવસમાં કુલ કોરોનાના 2519 દર્દી રિકવર થયા છે. જેથી છેલ્લા 9 દિવસમાં રોજ સરેરાશ 280 દર્દી રિકવર થયા છે.

શહેર જિલ્લાનો મૃત્યુ રેટ 4.34 અને રિકવરી રેટ 75.16
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 15,810 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 687 થયો છે. ગત રોજ શહેર જિલ્લામાંથી 174 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સુરત શહેર અને ‌જિલ્લાના કુલ 11,884 દર્દીઓ સારા થઇને ઘરે ગયા છે. શહેર જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યુ રેટ 4.34 છે. જ્યારે રિકવરી રેટ 75.16 છે.

છેલ્લા 9 દિવસમાં કેસ અને મોતમાં ઘટાડો
જુલાઈ મહિનામાં કેસ અને મોતમાં ધરખમ વધારો થયો હતો. જેથી અમદાવાદ મોડેલ લાગુ કરવામાં આવ્યું હતું. જેમાં ધન્વંતરી રથ અને માઈક્રો કન્ટેઈનમેન્ટ સુધીની કામગીરી હાથ ધરાઈ હતી. જેથી ઓગસ્ટ મહિનાથી સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા 9 દિવસમાં કેસ અને મોતમાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે રિકવરીમાં વધારો થયો છે. ઓગસ્ટ મહિનાના છેલ્લા 9 દિવસમાં કેસ કરતા રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 9 દિવસમાં 2147 કેસ નોંધાયા છે. જ્યારે 2519 દર્દી રિકવર થયા છે. જેથી છેલ્લા 9 દિવસમાં રોજ સરેરાશ 238 કેસનો વધારો થયો છે અને રોજ સરેરાશ 280 દર્દી સાજા થયા છે.

છેલ્લા 9 દિવસનો મૃત્યુ રેટ 4.19 અને રિકવરી રેટ 117.32
ઓગસ્ટ મહિનાના છેલ્લા 9 દિવસમાં 90 કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા છે. છેલ્લા 9 દિવસમાં 2147 કેસ નોંધાયા છે. જ્યારે 2519 દર્દી રિકવર થયા છે. જેથી છેલ્લા 9 દિવસનો મૃત્યુ રેટ 4.19 ટકા છે. જ્યારે છેલ્લા 9 દિવસનો રિકવરી રેટ 117.32 ટકા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો