• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 2505 Cases For The First Time In Corona Period, 30% Out Of 204 Patients Admitted To Hospitals On Ventilator bipap And Oxygen

કોરોના અપડેટ:કોરોનાકાળમાં પહેલીવાર 2505 કેસ, હોસ્પિટલોમાં દાખલ 204માંથી 30% દર્દી વેન્ટિલેટર-બાયપેપ અને ઓક્સિજન પર

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
બસમાં 50% લોકોને જ મુસાફરી પણ પાલિકા જ નિયમનું પાલન કરતી નથી - Divya Bhaskar
બસમાં 50% લોકોને જ મુસાફરી પણ પાલિકા જ નિયમનું પાલન કરતી નથી
  • 2020 : પહેલી લહેરમાં 27 નવેમ્બરે હાઇએસ્ટ કેસ 238 નોંધાયા હતા, એક્ટિવ કેસ 1364 હતા
  • 2021 : બીજી લહેરમાં 23 એપ્રિલે હાઇએસ્ટ કેસ 2321 નોંધાયા હતા, એક્ટિવ કેસ 18095 હતા
  • એક જ દિવસમાં 36% કેસ વધ્યા, ત્રીજી લહેરમાં પહેલીવાર વરાછામાં સૌથી વધુ 700 કેસ, અઠવામાં 409 કેસ
  • અમરોલીની સુરત કો. ઓ. બેન્કમાં 6 કેસ મળતા પાલિકાએ બેંક બંધ કરાવી

કોરોનાકાળમાં બુધવારે શહેરમાં પહેલીવાર 2505 કેસ નોંધાયા હતા. 228 દિવસ બાદ કોરોનાગ્રસ્ત 3 દર્દીના મોત થયા હતા. જિલ્લામાં પણ 265 કેસ સામે આવ્યા હતા. એક જ દિવસમાં કેસમાં 36 ટકાનો વધારો થયો હતો. અગાઉ બીજી લહેરમાં 23 એપ્રિલે એક દિવસમાં સૌથી હાઇએસ્ટ 2321 કેસ નોંધાયા હતા. અત્યારે ત્રીજી લહેરમાં 12 હ જારથી વધુ એક્ટિવ કેસ પૈકી 204 જેટલા દર્દી સિવિલ-સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલમાં સારવારહેઠળ છે. જેમાં 30 ટકા દર્દી વેન્ટિલેટર -બાયપેપ અને ઓક્સિજન પર હોવાનું અધિકારી સૂત્રોનું કહેવું છે. ત્રીજી લહેરમાં પહેલીવાર વરાછામાં સૌથી વધુ 700 કેસ, અઠવામાં 409 કેસ નોંધાયા હતા.

કતારગામ ઝોનના અમરોલી વિસ્તારમાં આવેલી સુરત કો. ઓ. બેન્કમાં 06 પોઝીટીવ આવતા બંધ કરાવવામાં આવી છે તેમજ અન્ય 4 પોઝીટીવ અલગ અલગ બેંકોમાં મળી આવ્યા છે. બુધવારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 36 અને ટેકસટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 13 લોકો પોઝિટિવ આવ્યા હતા. 78 વિદ્યાર્થીઓ પણ બુધવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા.પોઝિટિવ લોકો માંથી 1298 લોકો ફુલ્લિ વેકસીનેટેડ છે. 46 લોકોએ રસીનો એક જ ડોઝ લીધો છે. 62 લોકો રસી માટે એલિજીબલ ન હતા જ્યારે 18 લોકોએ વેકસિન લીધી જ નથી.

બુધવારે બેન્ક કર્મચારીઓ, ડોકટર, વિદ્યાર્થીઓ, ટીચર, દલાલ, સીએ, હીરા વેપારી, પ્રોફેસર, કાપડ માર્કેટ સાથે સંકળાયેલા, ડાયમંડ માર્કેટ સાથે સંકળાયેલા અને એમ્બ્રોડરી કામકાજ સાથે સંકળાયેલા સહિત અનેક પોઝિટિવ આવ્યા હતા. આજે પોઝીટીવ આવેલ વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓની કતાર અને જર્મનીની ટ્રાવેલ હિસ્ટ્રી છે.

વરાછા એ ઝોનમાં કોરોનાના સૌથી વધુ 515 કેસ સામે આવ્યા છે. જ્યારે કતારગામ ઝોનમાં 448 કેસ સામે આવ્યા હતા.રાંદેર ઝોનમાં 413, અઠવા ઝોનમાં 409, ઉધના એ ઝોનમાં 202 અને ઉધના બી ઝોનમાં 40, વરાછા બી ઝોનમાં 185, લીંબાયતમાં 182, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 111 કેસ સામે આવ્યા હતા. શહેરમાં આવેલ બેંકોમાં 1055 જેટલા વ્યક્તિઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...