તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ:સુરતમાં હોમ ક્વોરન્ટીનમાં રહેનારા એપ પર રિવ્યુ ન આપે તો 25 હજાર દંડ

કોરોના વાઇરસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સુરતઃ હોમ ક્વોરેન્ટીનમાં રાખવામાં આવેલા વ્યકતિ પોતાનો રિવ્યુ એપ પર આપવાનો છે. જો રિવ્યુ નહીં આપે અથવા તો નક્કી કરેલા વિસ્તારમાં ન રહે તો તેમની પાસે દૈનિક 25 હજારનો દંડ વસુલ કરવા પાલિકા કમિશનરે સૂચના આપી છે. આ ઉપરાંત જો કોરાના વાયરસના શંકાસ્પદ વ્યકતિ પાસે સ્માર્ટ ફોન ના હોઇ અને એપ્લીકેશન અપલોડ કરી શકે તેમ ન હોઇ તો સુરત મહાનગર પાલિકાના ખર્ચે મોબાઇલ ફોન આપી તેમની પાસેથી દંડની રકમ વસુલવામાં આવશે. પાલિકા કોરાના વાયરસ સામે લડવા માટે તમામ પગલા લઇ રહી છે. પાલિકા કમિશનરે હોમ ક્વોરેન્ટીનનો સમય પૂર્ણ થવા છતાં તેને વધારાના સાત દિવસ રાખવા આદેશ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...