તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણની આડઅસર:રસી લીધા બાદ 25 પોલીસ તાલીમાર્થીને આડઅસર થઈ, 3 સિવિલમાં દાખલ, અન્યોને રજા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • તાવ, ઠંડી, પેટમાં દુખાવો જેવા લક્ષણો નોંધાયા

સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ ખાતે કાર્યરત વેક્સિનેશન સેન્ટરમાં કોરોનાની વેક્સિન લીધા બાદ તાવ, ઠંડી, પેટમાં દુ:ખાવા જેવી આડઅસરો થતા વધુ 25 પોલીસ તાલીમાર્થીઓને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયા હતા. સોમવારે 20 જેટલી મહિલા પોલીસ તાલીમાર્થીઓને આડઅસર બાદ મંગળવારે 23 પુરૂષ તાલીમાર્થી અને 2 મહિલા તાલીમાર્થીઓને વેક્સિન લીધા બાદ સામાન્ય આડઅસર થઈ હતી. પહેલા તબક્કામાં હેલ્થ કર્મચારીઓને વેક્સિનેશન બાદ રવિવારથી બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વોરીયર્સને વેક્સિનેશન શરૂ કરાયું છે.

જેમાં વેક્સિન લીધા બાદ રવિવારે રાત્રે 13 અને સોમવારે અન્ય 7 તાલીમાર્થીઓને વેક્સિનની આડઅસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. હવે મંગળવારે વધુ 25 પોલીસ તાલીમાર્થીઓને આડઅસર જણાતા તેમને પણ સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જેમાં 23 પુરુષ તાલીમાર્થીઓ તેમજ 2 મહિલા તાલીમાર્થીઓ હતા. મંગળવારે સારવાર માટે આવેલા 25 તાલીમાર્થીઓને પણ કોઈ ગંભીર આડઅસર ન જણાતા તમામને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો