તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીવા તળે અંધારું:સુરત કોર્પોરેશનના તમામ ઝોનમાં 505માંથી 26 પ્રિમાઈસીસમાં મચ્છરના બ્રીડિંગ મળતા 25 નોડલ ઓફિસરોને નોટિસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • એક નોડલ ઓફિસર પાસેથી રૂપિયા 5,000 વહીવટી ખર્ચ વસૂલી લેવામાં આવ્યો

ચોમાસુ શરૂ થતાની સાથે જ શહેરમાં રોગચાળાની દહેશત જોવા મળતી હોય છે. પરિણામે કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગો અને દૂષિત પાણીના કારણે અન્ય રોગોથી લોકો પરેશાન ન થાય તેના ભાગરૂપે સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા પોતાની જ પ્રિમાઇસિસના સ્પોર્ટ સેમ્પલ લેવાના શરૂ કર્યા હતા.જેમાં આશ્ચર્યજનક 26 પ્રિમાઈસીસમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવતા 25 નોડલ ઓફિસરોને નોટિસ આપવામાં આવી છે.

સ્થિતિ એકદમ વિપરીત જોવા મળી
કોર્પોરેશનના તમામ ઝોનમાં બ્રિડિંગ સેમ્પલ લેવા માટેની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. કોર્પોરેશનની ટીમ દ્વારા તમામ સોસાયટીઓમાં અને એપાર્ટમેન્ટમાં જઈને મચ્છરોના બ્રિડિંગની માહિતી એકત્રિત કરવામાં આવતી હોય છે અને જ્યાં આગળ મચ્છરોનો ઉપદ્રવ દેખાય છે તેમને નોટિસ આપવામાં આવતી હોય છે અથવા તો તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. પરંતુ અહીં સ્થિતિ એકદમ વિપરીત જોવા મળી હતી. કોર્પોરેશનની પ્રિમાઈસીસમાં સ્પોટ સર્વે કરવામાં આવ્યા હતા. ઝોન ઓફિસ, વોર્ડ ઓફીસ, દબાણ ડેપો, વાહન ડેપો, વોટર વર્કસ સહિત તમામ ઝોનની વિવિધ પ્રિમાઇસિસ 2245 સ્પોટ સર્વે કરવામાં આવ્યો હતો

અધિકારીઓની કામગીરીને લઇને પ્રશ્નો સર્જાયા
પાલિકાની બિલ્ડિંગોમાંથી જ બ્રિડિંગ મળી આવતા જે તે નોડલ ઓફિસરને જવાબદાર માનીને તેમને નોટિસ ફટકારવામાં આવી છે તેમજ એક નોડલ ઓફિસર પાસેથી રૂપિયા 5,000 વહીવટી ખર્ચ વસૂલી લેવામાં આવ્યો છે. શહેરભરમાં સ્વચ્છતાની વાતો કરનારા અધિકારીઓ પોતાના જ ધોની અંદર આવેલી ઓફિસોમાં યોગ્ય કામગીરી કરી શકતા ન હોવાને કારણે તેમને નોટિસ આપવામાં આવી છે. લોકો ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોનો ભોગ ન બને તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાની હદમાં જ મચ્છરોના બ્રીડિંગ મળતા અધિકારીઓની કામગીરીને લઇને પ્રશ્નો સર્જાઈ રહ્યા છે.

કયા ઝોનમાં કેટલી પ્રિમાઇસીસમાં સર્વે થયા?

ઝોનપ્રિમાઇસિસ
નોર્થ48
સાઉથ વેસ્ટ99
સાઉથ75
સાઉથ ઇસ્ટ67
સેન્ટ્રલ14
ઈસ્ટ-એ66
ઈસ્ટ-બી42
વેસ્ટ94

​​​​​​