ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરતમાં પતંગ-દોરાના ભાવમાં 25%નો વધારો, રો મટિરિયલ્સ અને કારીગરના મજૂરી દર વધતાં ઉજવણી મોંઘી થશે

સુરત5 મહિનો પહેલા
પતંગ બજારમાં ઉતરાયણ અગાઉ ખરીદી નીકળી છે.
  • ડબગરવાડના વેપારીઓએ કહ્યું કે, હોલેસલની ઘરાકી હાલ સારી નીકળી છે

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સરકારની ગાઈડલાઈન પણ જાહેર થઈ ગઈ છે. ત્યારે પતંગ રસીયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરતની વર્ષો જૂની ડબગરવાડ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં 20થી 25 ટકાનો વધારો થયો છે. પતંગ અને માંજાના ભાવમાં રો મટિરિયલ્સ અને કારીગરની મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવમાં વધારો થયો છે.કાચા માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે. મોંઘવારીના માર સાથે કોરોના ઈફેક્ટ પણ નડે તેવી શક્યતા છે. હાલ હોલસેલની ઘરાકી સારી હોવાની સાથે છૂટક ઘરાકી પણ થોડા દિવસોમાં નીકળશે તેમ વેપારીઓ કહી રહ્યાં છે.

શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે
શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે

આ વર્ષે પતંગ મોંઘી
કાળઝાળ મોંઘવારીની આગ તહેવારોને પણ સ્પર્શી રહી છે. આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દોરાના ભાવોમાં તોતિંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. આથી કાળઝાળ ર્મેંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષની સરખામણીમાં હાલ પતંગ મોંઘી છે.

બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે
બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે

બે હજાર સુધીનો માંજાનો ભાવ
ડબગરવાડના વેપારી રાજેશ છત્રિવાળાએ કહ્યું કે, 50 વર્ષથી વેપાર કરું છું.સુરતમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ જામેલો જોવા મળ્યો છે. લોકો અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી રહ્યા છે. બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. બજારમાં સૌથી મોંઘી પતંગ 1500 રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે. પ્લાસ્ટિકની 20 નંગ પતંગનો ભાવ 50 રૂપિયા છે. આ સાથે સૌથી મોંઘી દોરી 15 હજાર વારની બે હજાર રૂપિયાની વેચાઈ રહી છે.

દર વર્ષ કરતાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
દર વર્ષ કરતાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

પતંગ દોરાના ભાવ
સૌથી મોંઘી પતંગ 1500 રૂપિયાની 5 નંગ
સૌથી સસ્તી પતંગ - પ્લાસ્ટિકની પતંગ 50 રૂપિયા પંજો
સૌથી નાનો પતંગ - 25 રૂપિયાની 5 નંગ
સૌથી મોટો પતંગ - 1500ની 5 નંગ
સૌથી મોંઘી દોરી - 15000 વારની 2000 રૂનો એક ફિરકી
સૌથી સસ્તી દોરી - 60 રૂપિયાની એક ફિરકી 500 વાર

પતંગના માંજા અને દોરાના ભાવમાં વધારો થયો છે.
પતંગના માંજા અને દોરાના ભાવમાં વધારો થયો છે.

સામાજિક સંદેશ આપતા પતંગ
રાજેશ છત્રિવાળાએ કહ્યું કે, ખાસ કોઈ નવો ટ્રેન્ડ નથી. બજારમાં નાનાથી મોટી અને સસ્તાથી લઈ મોંઘી પતંગો ઉપલબ્ધ છે. આ વર્ષે ઉત્તરાયણ પૂર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલ્મ કલાકારોની પતંગ જોવા મળી રહી છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં અનેક વેરાયટીના પતંગ જોવા મળી રહ્યા છે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોરોના વાઈરસ અને તેની સાવચેતીના પગલાં તેમજ વ્યસન મુક્તિ અને સીડીએસ બિપીન રાવત અમર રહોના સૂત્રો સહિતના અનેક સમાજને સંદેશો આપતી પતંગો તૈયાર કરવામાં આવી છે.