પોલીસનો દરોડો:ડિંડોલી-લસકાણામાં 25 જુગારીઓ ઝડપાયા, 5 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લસકાણાના શામળા રો હાઉસમાં જુગાર રમાઇ રહ્યો હતો
  • સંતોષીનગરમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો

ડિંડોલી પોલીસે સંતોષીનગર પાસે જાહેરમાં જુગાર રમતા 19 લોકોને ઝડપી પાડીને તેમની પાસેથી 3.03 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સરથાણા પોલીસે બાતમી મળતાં લસકાણાના શામળા રો-હાઉસના એક મકાનમાં દરોડો પાડીને જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી 1.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ડિંડોલી પોલીસે સંતોષીનગર પાસે ખુલ્લામાં ધમધમતા જુગારના અડ્ડા પર છાપો મારીને ત્યાં જુગાર રમતા શૈલેશ મંકેશ્વર તિવારી, અજય બ્રજભુષણ મિસ્રા, વિજયપ્રતાપ કુવરબહાદુરસિંગ સુર્યવંશ, રવિ શંભુનાત ખેતાન, સુભાષચંદ્ર રામનારાયણ વર્મા, પવન ભરતસિંગ ગીરાસે, ધીરેનસિંગ પૃથ્વીપાલસિંગ, આનંદ રામસીયા યાદવ, દિનદયાલ સહદેવ બીસેલ, રાજનારાયણ રામચંદ્ર ગુપ્તા, વિકેશ કૈલાશ સપકાળે, અલ્તાફ મુસ્તાક ખાટકી, પ્રદીપ રઘુ ગવઈ, કયુમ રફીક ખાટીક, રવિ મગન ચૌધરી, ધ્રુવસિંગ અરૂણકુમાર સેગર, રાકેશ યશવંત કડુ, મહેશ દિલીપ નીકુમ અને મિલિંદ ઉર્ફ મિલન પાંડુરંગ વાઘમારેને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા, 14 ફોન અને 5 બાઇક મળીને કુલ 3.03 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સરથાણા પોલીસે લસકાણા ગામમાં શામળા રો-હાઉસમાં એક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ભાવિક શાંતિલાલ ઠક્કર(રહે. સમૃદ્ધી પાર્ક સોસાયટી, બાપા સિતારામ ચોક, કામરેજ), અશોક બાબુભાઈ પટેલ(રહે. સીતાનગર સોસાયટી, સીતાનગર ચોક પાસે, પુણા ગામ), પુરુષોત્તમ ભીમજી માંગુકિયા(રહે. શ્રીનાથજી સોસાયટી, રાજહંસ ટાવર સામે, મોટા વરાછા) મધુભાઈ પરશોત્તમ અકબરી(રહે. ગોપાલ નગર સોસાયટી, મારૂતિ ચોક, લમ્બે હનુમાન રોડ વરાછા), હર્ષદ દલસુખ કાછડિયા(રહે. હરેક્રિષ્ણા રેસિડેન્સી, અબ્રામા રોડ, મોટા વરાછા) અને નિકુંજ નરેશ પાનસુરિયા(રહે. સુવિધા રો હાઉસ, સીમાડા ગામ)ની ધરપકડ કરી છે. પરષોત્તમ અને મધુભાઈ આધેડ છે. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા 1.82 લાખ રૂપિયા કબજે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...