સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં વોટર ચાર્જિંગ સિસ્ટમ અને ઇ વ્હીકલ ચાર્જર સ્ટેશનોને લઈને અલગ પોલીસી બનાવી છે. આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વોટર રિચાર્જ સિસ્ટમ શરૂ કરવા ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. 25 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે.
વોટર રિચાર્જ સિસ્ટમથી જમીનમાં જળનું સ્તરન ઊંચુ આવશે
સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર રિચાર્જ સિસ્ટમ લોકભાગીદારીથી શરૂ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 70 ટકા, રાજ્ય સરકારની GMFB સ્વર્ણિમ જયંતી ખાનગી ભાગીદારીનું ફંડ, 20 ટકા સ્થાનિક ધારાસભ્ય અથવા કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અને 10 ટકા કોર્પોરેશનમાં ULBમાંથી ચૂકવવામાં આવશે. વોટર રિચાર્જ સિસ્ટમ માટે 100 ચોરસ મીટર જેમાં બંગલો અને રો-હાઉસનો સમાવેશ થશે. 500 ચોરસ મીટર જેમાં એપાર્ટમેન્ટ અને હાઈરાઈઝ બિલ્ડિંગનો સમાવેશ કરવામાં આવશે. વોટર રિચાર્જ સિસ્ટમથી જમીનની અંદર પાણીના સ્તર ઊંચા આવશે અને તેનાથી અનેક ફાયદાઓ થશે.
શહેરમાં વધતા પ્રદૂષણને કારણે વ્હીકલ માટેની સુરત મહાનગરપાલિકા દ્વારા પોલીસી બનાવવામાં આવી છે. જેમાં વધુમાં વધુ ઇ-વ્હીકલનો ઉપયોગ લોકો કરે તે દિશામાં નિર્ણય લેવાઇ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળતાં સુરત મહાનગરપાલિકાએ 25 જેટલા ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે નિર્ણય લેવાયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ઇ-વ્હીકલને વધુ લોકો ખરીદે તેના માટે ટેક્સમાં પણ ખૂબ મોટી રાહત કરી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.