તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:25 અફઘાની વિદ્યાર્થીઓએ ઓનલાઇન જ ભણવું પડશે, ICCRનો રાજ્યની 11 યુનિવર્સિટીને આદેશ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નમાં ગયેલો સુરતનો વિદ્યાર્થી પણ ફસાઈ ગયો

રાજ્યના 25 અફઘાની વિદ્યાર્થીઓએ ઓનલાઇન જ ભણવું પડશે. જો કોલેજો શરૂ થાય તો પણ તેમણે પોતાની રીતે જ વ્યવસ્થા કરીને ભારત આવવાનું રહેશે. આ વાત આઇસીસીઆર (ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ)ના અધિકારી પાસેથી જાણવા મળી હતી. રાજ્યની 11 યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે 3500 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. તેમાંથી 100થી વધુના એડમિશન મંજૂર થયા હતા. જોકે, અરજી કરનારમાં ઘણા વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનના છે. જેમાંથી ઘણા ભારતમાં આવી ગયા છે અને રાજ્યની 11 યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે.

જો કે, હાલમાં તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરતા રાજ્યની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 25 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. આવા વિદ્યાર્થીઓ માટે આઇસીસીઆરે રાજ્યની 11 યુનિવર્સિટીને ઓનલાઇન એજ્યુકેશન આપવા આદેશ કર્યો છે. નર્મદ યુનિવર્સિટીમાં 98માંથી 7ના પ્રવેશ કન્ફર્મ થયા હતા. જેમાંથી 1 વિદ્યાર્થી બહેનના લગ્નમાં ગયા હોવાથી ફસાઈ ગયો હતો. જેને યુનિવર્સિટી હાલમાં ઓનલાઇન એજ્યુકેશન આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...