પાંડેસરા વડોદગામે ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાં કેમિકલ માફીયાઓ દ્વારા ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું રેકેટ ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમે ઝડપી પાડયું હતું. પોલીસે ટેન્કર, ચોરીનું કેમિકલ, મોબાઇલ સહિત 36.19 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
હજીરાની કંપનીમાંથી કેમિકલ ભરેલા ટેન્કરો નીકળતા હોય છે ત્યારે કેમિકલ માફીયાઓ ટેન્કરના ચાલક અને કલીનરને રૂપિયાની આપી વડોદ ખાતે પ્લોટ પર લાવી સીલ તોડી ટાંકીમાંથી અમુક કેમિકલનો જથ્થો કાઢી લેતા હતા. છેલ્લા ઘણા મહિનાથી બેનંબરી વેપલો કરતા હતા. વધુમાં સીઆઇડી ક્રાઇમના સ્ટાફે જણાવ્યું કે, કેમિકલ માફીયાઓ ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી પાંડેસરા જીઆઇડીસીમાં ગોડાઉન ધરાવતા જીગ્નેશ રાવલ અને સુરેશ મહારાજને વેચાણ કરી દેતા હતા.
પોલીસે પ્લોટમાંથી સૂત્રધાર એવા લોકેશ ઉર્ફે લાદુલાલ ખટીક(રહે,ભેસ્તાન), ભાગીદાર સુરેશ ખટીક, તથા મજૂર મનોજ વર્મા (રહે,પાંડેસરા), નવરતન ખટીક(રહે,ભેસ્તાન)અને ટેન્કરનો ચાલક રાહુલ શ્રીરામ કિશન યાદવની ધરપકડ કરી છે. જયારે કેમિકલ માફીયાના ભાગીદાર ઓમપ્રકાશ શંકર રાવ, મનીષ શંકરલાલ રાવ(બન્ને રહે,અલથાણ),સોનુ ઉર્ફે ભૂપતી પ્રભુ રાવ(રહે,પાંડેસરા), કેમિકલનો જથ્થો લેનાર જીગ્નેશ મહારાજ રાવલ અને સુરેશ મહારાજ ફરાર થયા છે. વધુમાં બેનંબરી કામ માટે મજૂરોને 10 હજારનો મહિને પગાર આપતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.