રસીકરણ:શહેરમાં 24 લાખને વેક્સિન મુકાઈ, 72 %ને પ્રથમ ડોઝ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 10 દિવસમાં 3.98 લાખનું રસીકરણ
  • હવે 1.57 લાખ લોકોના બીજા ડોઝનો વારો

સુરત મહાનગર પાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રસીકરણ બમણું કરી નાંખવામાં આવ્યું છે. જેના કારણે શહેરમાં પહેલો ડોઝ મુકાવનારની સંખ્યા 24 લાખને પાર થઇ ગઇ હોવાની માહિતી સાંપડી છે. આ સાથે શહેરમાં 72 ટકાને પ્રથમ ડોઝ મુકાઇ ગયો છે.

બે અઠવાડિયા અગાઉ બીજા ડોઝ માટે રસીકરણ સેન્ટરો પર પડાપડી થતી હતી. લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહી જતા હતા છતાં પણ રસી મળતી ન હતી. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. જેથી હવે પ્રથમ અને સેકન્ડ ડોઝના સેન્ટરો અલગ કરવા સાથે રસીકરણ બમણું કરવામાં આવતા થોડી રાહત થઇ છે. હાલમાં 1.57 લાખ લોકોનો સેકન્ડ ડોઝ માટેનો સમય થઇ ગયો છે.

શહેરમાં છેલ્લા 10 દિવસમાં 3.98 લાખ લોકોએ રસી મુકાવી દીધી છે. શુક્રવારે 54349 લોકોને રસી મુકાઇ હતી. આવતીકાલે રસીકરણની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલું છે.

10 દિવસનું રસીકરણ
તા.વેક્સિન
538802
647424
750244
844330
945574
1049629
1111506
1255847
1354349