વળતર:ડિંડોલીમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં પીડિતાને સૌથી વધુ 24 લાખનું વળતર અપાયંુ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

5 વર્ષ પહેલા ડિંડોલીમાં 5 વર્ષની બાળકી પર રેપ કેસમાં પીડિતાને સુરત શહેરમાં અત્યારસુધીનું સૌથી વધુ 24 લાખનું વળતર ચૂકવાયું છે. ઘટનામાં બાળકીના બંને પાર્ટ્સ એક થઇ ગયા હતા. આ કેસમાં પીડિતાને અગાઉ 4.50 લાખનું વળતર અપાયું હતું, અને હાલમાં વધુ 19.50 લાખનું વળતર ચૂકવાયું છે.

એડવોકેટ પ્રતિભા દેસાઇએ બાળકીની તમામ મેડીકલ અને સામાજીક જવાબદારી સ્વીકારી હતી. અત્યાર સુધીમાં બાળકીના 9 ઓપરેશન અને 2 પ્લાસ્ટીક સર્જરી કરાઈ છે. જેમાં અંદાજે 12થી 15 લાખનો ખર્ચ થયો હતો. આ રૂપિયા અંગે એડવોકેટ પ્રતિભા દેસાઇએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળમાં તમામ ડોક્યુમેન્ટ રજૂ કરીને બાળકીના પરિવારને વધુ વળતર મળે તેવી દાદ માંગી હતી. સુરતની કોર્ટે હાઇકોર્ટમાં પરવાનગી માંગી હતી અને તે પરવાનગી હાઇકોર્ટે મંજૂરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...