છેતરપિંડી:ઉધનાના વૃદ્ધ સાથે જમીનના નામે 2.29 કરોડની ચીટિંગ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૂપિયા લઇ દસ્તાવેજ ન કરતાં ઠગ સામે ગુનો

ઉધનામાં રહેતા અને ગેરેજ ચલાવનાર વૃદ્ધ સાથે નવસારીના ગઠિયાએ 2.29 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ઉધના મીરાનગર રહેતા 62 વર્ષીય દામજીભાઈ શ્યામજીભાઈ પ્રજાપતિની બસ ડેપો કોમ્પ્લેક્સમાં દુકાન છે. ત્યાં ઘણા એસ્ટેટ બ્રોકર બેસી રહેતા હતા. ત્યાં આરોપી નિમેષ માવાણી (રહે. રઘુવંશી સોસાયટી,નવસારી) સાથે દામજીભાઈની 2016માં ઓળખાણ થઈ હતી. નિમેષે નવસારીમાં એક જમીન વેચાણથી આપવાનું કહીને દામજીભાઈ સાથે સોદો કર્યો હતો. તેનો દસ્તાવેજ કરી આપ્યો હતો.

ત્યારબાદ નવસારીમાં બીજી એક જમીનનું વેચાણથી કહીને દામજીભાઈ પાસેથી 2.45 કરોડ લઇ દસ્તાવેજ કરી આપ્યો નહતો. નિમેષને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા તે ગભરાયો હતો. નિમેષે રૂપિયા પરત આપવાનો બાહેંધરી કરાર લખી આપ્યો હતો. ત્યાર બાદ માત્ર 15 લાખ રૂપિયા આપ્યા હતા. બાકીના 2.30 કરોડ રૂપિયા ચૂકવ્યા નહતા. તેથી દામજીભાઈએ નિમેષ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...