સુરત જિલ્લાના નાયબ વન સંરક્ષક પુનિત નૈયરને મળેલી બાતમી આધારે મદદનીશી વન સંરક્ષક મોબાઈલ સ્ક્વોર્ડ માંડવીના સુરેન્દ્રસિંહ કોસાડાના માર્ગદર્શન હેઠળ માંડવી દક્ષિણ રેંજના આરએફઓ એચ. જે. વાંદાએ કીમ ખાતેની બંધ કંપની પર પોલીસ સાથે રાખી છાપો મારી બિનઅધિકૃત રાખેલ સાગી લાકડાનો મોટો જથ્થો શોધી કાઢ્યો હતો.
આરએફઓ એચ. જે. વાંદાએ પોતાના સ્ટાફના માણસોમાં ખોડંબા ફોરેસ્ટર પ્રીતિબહેન ચૌધરી, સ્નેહલભાઈ ચૌધરી (ફોરેસ્ટર લાખગામ), ધર્મેશભાઈ સીંધવ, કલપિલભાઈ ચૌધરી, દિનેશભાઈ જોગરાણા, ભારતીબહેન વસાવા સહિતના ફોરેસ્ટ ગાર્ડ ઉપરાંત અન્ય વન કર્મચારીની અલગ અલગ ટીમ બનાવી પોલીસ બંદોબસ્ત રાખી કીમ પીપોદરા ખાતે આવેલ સેવન સ્ટાર કંપનીના બંધ ભાગમાં તપાસ કરતાં હાથ ઘડતરી સાગી ચોરસા લાકડા તથા ગેરકાયદે વાહતુક કરતો ટેમ્પો (GJ-23AT-0376) મળી આવ્યો હતો. ઉપરાંત એક આરોપી ડ્રાઈવરને પણ ઝડપી લીદો હતો. સાગી લાસકડા તથા ટેમ્પો મળી કુલ 9,49,500નો મુદ્દામાલાજપ્ત લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.