શિક્ષણ:ધો.12ના 22 વિદ્યાર્થીએ ધો. 10ના પરિણામથી કોલેજ માટે ફોર્મ ભર્યાં

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર કર્યો હતો
  • સુરત ઝોનમાં BCAમાં 13, BComમાં 4, BBAમાં 2 ફોર્મ

નર્મદ યુનિવર્સિટીએ ધો. 12ની પરીક્ષા પહેલા જ ધો. 10ના રિઝલ્ટના આધાર પર અંડર ગ્રેજ્યુએટના ફર્સ્ટ યરના પ્રોવિઝનલ એડમિશન શરૂ કર્યા છે. તેવામાં જ એડમિશન પોર્ટલ શરૂ થયાના 3 જ કલાકમાં ધો. 12ના 22 વિદ્યાર્થીઓએ પ્રોવિઝનલ એડમિશન ફોર્મ ભર્યાં છે.

યુનિવર્સિટીના અધિકારી સૂત્રો કહે છે કે, બુધવારે બપોરના 2.00 કલાકે એડમિશનનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ધો. 12ના સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓએ ધો. 10ના રિઝલ્ટ પર અંડર ગ્રેજ્યુએટનું પ્રોવિઝલન એડમિશન ફોર્મ ભરવાનું હતું. સાંજે 5.00 વાગ્યા સુધીમાં સુરત ઝોનમાં બીસીએમાં 13, બીકોમમાં 4 અને બીબીએમાં 2 ફોર્મ ભરાયા હતાં. એવી જ રીતે ભરૂચ ઝોનમાં બીકોમમાં 1 ફોર્મ ભરાયું છે. આ સાથે એમએસસી આઇટીમાં 1 અને બીકોમ એલએલબીમાં પણ 1 ફોર્મ ભરવામાં આવ્યાં છે.

હવે યુનિવર્સિટી પ્રવેશ રથ પણ શરૂ કરશે
યુનિવર્સિટી હવે પ્રવેશ રથ પણ શરૂ કરશે. સ્કૂલ કે સોસાયટીએ અરજી કરીને તારીખ મેળવવાની રહેશે. જે પછી યુનિવર્સિટી રથ મોકલશે અને વિદ્યાર્થીઓના અંડર ગ્રેજ્યુએટના ફોર્મ ભરવાની કામગીરી થશે. પ્રવેશ રથમાં ચાર લેપટોપ, ઝેરોક્ષ અને સ્કેનર પણ હશે. રથમાં બેઠલા યુનિવર્સિટીના કર્મચારીઓ વિદ્યાર્થીઓને પાસે બેસાડીને આખું પ્રોવિઝનલ એડમિશન ફોર્મ ભરાવી દેશે, એવું યુનિવર્સિટીના સૂત્રો પાસેથી જાણવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...