વેક્સિનના બગાડમાં સુરત મહાનગરપાલિકાનું નામ પણ બાકી નથી. વેસ્ટેજ માટેની મર્યાદા સરકારે 0.5 ટકા નક્કી કરી છે તેની સામે સુરતમાં કોવિશિલ્ડનો 2.2 ટકા એટલે કે ચાર ગણો જયારે કો-વેકિસનનો 16.8 ટકા એટલે કે 32 ગણો બગાડ થયો છે. એકતરફ વેકસિનનો પર્યાપ્ત જથ્થો નહીં મળવાના કારણે સંખ્યાબંઘ નાગરિકો વેક્સિન વિના ફાંફાં મારી રહ્યાં છે. સંખ્યાબંધ લોકો ખાનગી હોસ્પિટલોમાં પૈસા ખર્ચીને વેક્સિન લેવા જઈ રહ્યાં છે.
બીજી તરફ, સુરત શહેરમાં કોવિશિલ્ડ રસીનો પહેલો ડોઝ લેનારા 11,616 જયારે કો-વેક્સિન લેનારા 11678 લોકોને બીજો ડોઝ લેવાની સમયમર્યાદા પૂરી થવા છતાં વેક્સિન મુકાવી નથી. અધિકારીઓ કહે છે, જથ્થો ઉપલબ્ધ છે પણ જેમને ઓવરડયુ છે તેવા લોકો કોઈ કારણસર રસી લેવા આવ્યા નથી. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓનુ વેક્સિનેશન શુક્રવારથી શરૂ કરવામાં આવશે. આવા તમામ વિદ્યાર્થીઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓને કોવિશિલ્ડ રસી અપાશે.
કોવેક્સિન બગાડ
સુરેન્દ્રનગર | 20.4 |
ડાંગ | 17.6 |
સુરત | 16.8 |
બોટાદ | 15.4 |
અમદાવાદ | 15 |
કોવિશિલ્ડ બગાડ
જુનાગઢ | 4.1 |
કચ્છ | 3.8 |
સુરેન્દ્ર નગર | 3.6 |
બોટાડ | 3.1 |
દ્વારકા | 2.7 |
ડાંગ | 2.5 |
સુરત | 2.2 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.