નિર્ણય:Ph.D મુદ્દે એક્સ્ટેન્શન આપવા 21મીએ નિર્ણય

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોફેસર માટે Ph.D ફરજિયાત કરાયું છે
  • વધુ એક વર્ષ માટે સિન્ડિકેટમાં ચર્ચા કરાશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 21 ઓક્ટોબરે સિન્ડિકેટ મળશે. જેમાં પીએચડીની પૂર્ણ કરવાની શરતે નિમણૂક પામનારા પ્રોફેસરોને વધુ એક વર્ષનું એક્સટેન્સન મળે તે મામલે ચર્ચા વિચારણા કરવામાં આવશે. તે સાથે પીએચડી ડિગ્રી લાયકાત પહેલી જુલાઇથી ફરજિયાત કરવાની બાબત સ્થગિત રાખવા મામલે પણ ચર્ચા વિચારણા કરવી અને યુજીસી પાસે માર્ગદર્શન મેળવી તેના પર પણ ચર્ચા કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે ગેઝેેટ અને યુજીસીએ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાની સીધી ભરતી માટે પીએચડીની ડિગ્રી પહેલી જુલાઇ, 2023થી ફરજિયાત કરવામાં આવી હતી. ઉપરાંત ડીન અને સિન્ડિકેટ સભ્ય ડો. સ્નેહલ જોષીએ યુનિવર્સિટીને ઇમેલ કર્યો હતો કે ગઇ સિન્ડિકેટમાં શરતી નિમણૂક ધરાવતા અધ્યાપકોને શરત પૂર્ણ કરવા એક વર્ષનો વધારવાનો સમય આપ્યો હતો.

પરંતુ ચાલુ વર્ષે પણ જૂન મહિના સુધી કોવિડની ગંભીર સ્થિતિને કારણે કેટલાક અધ્યાપકો દ્વારા પીએચ.ડી પૂર્ણ કરી શક્યા નથી. આવા અધ્યાપકોને શરત પૂર્ણ કરવા ડિસેમ્બર 2021 સુધીનો સમયગાળો વધારી આપવામાં આવ્યો છે. તેને વધારી વધુ એક વર્ષ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ અંગે સભામાં વિચારણા કરાશે.

અન્ય સમાચારો પણ છે...